આ લોકોએ લીધી છે રાજકોટને સ્વચ્છ અને હરિયાળું બનાવવાની નેમ...

Updated: Jul 15, 2019, 11:48 IST | Falguni Lakhani
 • સામાન્ય રીતે રવિવાર હોય એટલે રાજકોટીયનો સવારે આરામ કરતા હોય પરંતુ કેટલાક લોકો એ જ સમયે પ્રકૃતિને બચાવવાના પ્રયાસો કરી રહ્યા હતા.

  સામાન્ય રીતે રવિવાર હોય એટલે રાજકોટીયનો સવારે આરામ કરતા હોય પરંતુ કેટલાક લોકો એ જ સમયે પ્રકૃતિને બચાવવાના પ્રયાસો કરી રહ્યા હતા.

  1/20
 • રાજકોટમાં નેચર એન્ડ એડવેન્ચર ક્લબે એક વૃક્ષાલય ઉભું કર્યું છે. જેમાં 114 પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે.

  રાજકોટમાં નેચર એન્ડ એડવેન્ચર ક્લબે એક વૃક્ષાલય ઉભું કર્યું છે. જેમાં 114 પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે.

  2/20
 • આ વૃક્ષાલયમાં નવા વૃક્ષો વાવવાનો છે જૂના વૃક્ષોનું જતન કરવાનો કાર્યક્રમ રવિવારે થયો. જેમાં સ્મેશ ટીમના સભ્યો પણ જોડાયા.

  આ વૃક્ષાલયમાં નવા વૃક્ષો વાવવાનો છે જૂના વૃક્ષોનું જતન કરવાનો કાર્યક્રમ રવિવારે થયો. જેમાં સ્મેશ ટીમના સભ્યો પણ જોડાયા.

  3/20
 • 40થી વધુ લોકોએ એક પરિવારની જેમ સાથે મળીને કામ કર્યું અને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ કર્યો.

  40થી વધુ લોકોએ એક પરિવારની જેમ સાથે મળીને કામ કર્યું અને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ કર્યો.

  4/20
 • Gujaratimidday.com સાથે વાત કરતા સ્મેશ ટીમના હરસુખભાઈએ કહ્યું કે પ્રકૃતિની જાળવણી કરવાનો અમારો આ નાનકડો પ્રયાસ છે. અમારી ઈચ્છા છે કે એક નાનું એવું જંગલ જ ઉભું કરીએ.

  Gujaratimidday.com સાથે વાત કરતા સ્મેશ ટીમના હરસુખભાઈએ કહ્યું કે પ્રકૃતિની જાળવણી કરવાનો અમારો આ નાનકડો પ્રયાસ છે. અમારી ઈચ્છા છે કે એક નાનું એવું જંગલ જ ઉભું કરીએ.

  5/20
 • ખાસ વાત એ છે કે વૃક્ષાલયમાં વૃક્ષો વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવવામાં આવ્યા છે. એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે કે એક વૃક્ષ બીજા વૃક્ષને પોષણ આપે.

  ખાસ વાત એ છે કે વૃક્ષાલયમાં વૃક્ષો વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવવામાં આવ્યા છે. એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે કે એક વૃક્ષ બીજા વૃક્ષને પોષણ આપે.

  6/20
 • કિયા માકી નામના જાપાની વૈજ્ઞાનિકની આ પદ્ધતિ છે. જે ખૂબ જ અસરકારક છે.

  કિયા માકી નામના જાપાની વૈજ્ઞાનિકની આ પદ્ધતિ છે. જે ખૂબ જ અસરકારક છે.

  7/20
 • વૃક્ષાલયમાં અલગ અલગ પ્રકારનો વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતન કરવામાં આવે છે. જેના માટે નેચર એન્ડ એડવેન્ચર ક્લબના ભરતભાઈ સુરેજા છેલ્લા 3 વર્ષથી મહેનત કરી રહ્યા છે.

  વૃક્ષાલયમાં અલગ અલગ પ્રકારનો વૃક્ષો વાવવામાં આવે છે અને તેનું જતન કરવામાં આવે છે. જેના માટે નેચર એન્ડ એડવેન્ચર ક્લબના ભરતભાઈ સુરેજા છેલ્લા 3 વર્ષથી મહેનત કરી રહ્યા છે.

  8/20
 • પર્યાવરણ માટે કામ કરતી ટીમનું કહેવું છે કે, 'આપ પણ આ પ્રકૃતિ બચાવવામા આવી ના શકો તો પણ માત્ર કામની સરાહના કરવા કરતા આપની આસપાસ કે આપના ઘરની સામે ડીવાઈડર પર આપના ઘરે વપાયેલા પાણીની એક ડોલ પણ નાખશો તો આપની પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો આત્મસંતોષ થશે.'

  પર્યાવરણ માટે કામ કરતી ટીમનું કહેવું છે કે, 'આપ પણ આ પ્રકૃતિ બચાવવામા આવી ના શકો તો પણ માત્ર કામની સરાહના કરવા કરતા આપની આસપાસ કે આપના ઘરની સામે ડીવાઈડર પર આપના ઘરે વપાયેલા પાણીની એક ડોલ પણ નાખશો તો આપની પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો આત્મસંતોષ થશે.'

  9/20
 • સ્થિતિ એવી છે કે પ્રકૃતિની જાળવણી આપણા માટે ફરજીયાત બની છે નહીતર પ્રકૃતિ જ આપણો ભોગ લેશે.

  સ્થિતિ એવી છે કે પ્રકૃતિની જાળવણી આપણા માટે ફરજીયાત બની છે નહીતર પ્રકૃતિ જ આપણો ભોગ લેશે.

  10/20
 • રાજકોટની સ્મેશ ટીમ શહેરને હરિયાળું બનાવવા માંગે છે. જેના માટે તેઓ દર રવિવારે અલગ અલગ પ્રવૃતિઓ કરે છે.

  રાજકોટની સ્મેશ ટીમ શહેરને હરિયાળું બનાવવા માંગે છે. જેના માટે તેઓ દર રવિવારે અલગ અલગ પ્રવૃતિઓ કરે છે.

  11/20
 • તેઓ માત્ર વૃક્ષો વાવવાથી સંતોષ નથી માનતા. તેમનું જતન પણ કરે છે.

  તેઓ માત્ર વૃક્ષો વાવવાથી સંતોષ નથી માનતા. તેમનું જતન પણ કરે છે.

  12/20
 • હવે વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે તેઓ વૃક્ષારોપણ કરી રહ્યા છે.

  હવે વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે તેઓ વૃક્ષારોપણ કરી રહ્યા છે.

  13/20
 • યુવાનોની આ ટીમે રાજકોટના તળાવોને સાફ કરવાનું બીડું પણ ઉપાડ્યું હતું.

  યુવાનોની આ ટીમે રાજકોટના તળાવોને સાફ કરવાનું બીડું પણ ઉપાડ્યું હતું.

  14/20
 • સતત 13 રવિવારે સુધી તેમણે શહેરના તળાવોને સાફ કર્યા અને તેમને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો પ્રયાસ કર્યો.

  સતત 13 રવિવારે સુધી તેમણે શહેરના તળાવોને સાફ કર્યા અને તેમને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો પ્રયાસ કર્યો.

  15/20
 • આ ટીમે ન્યારી-1 ડેમની આસપાસના વિસ્તારમાંથી ગંદકી દૂર કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે 75 બેગ ભરીને કચરો એકઠો થયો હતો.

  આ ટીમે ન્યારી-1 ડેમની આસપાસના વિસ્તારમાંથી ગંદકી દૂર કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે 75 બેગ ભરીને કચરો એકઠો થયો હતો.

  16/20
 • એક ટીપરવાન ભરાઈ જાય એટલો કચરો આ જળાશયોની આસપાસથી એકઠો કરવામાં આવ્યો હતો.

  એક ટીપરવાન ભરાઈ જાય એટલો કચરો આ જળાશયોની આસપાસથી એકઠો કરવામાં આવ્યો હતો.

  17/20
 • તેમણે મહાનગરપાલિકાને ચોક્કસ અંતરે કચરાપેટી મુકવાની પણ માંગ કરી છે જેથી લોકો જ્યાં ત્યાં કચરો ન ફેંકે.

  તેમણે મહાનગરપાલિકાને ચોક્કસ અંતરે કચરાપેટી મુકવાની પણ માંગ કરી છે જેથી લોકો જ્યાં ત્યાં કચરો ન ફેંકે.

  18/20
 • આ યુવાનોની ટીમનો ઉદ્દેશ્ય છે કે રાજકોટ હરિયાળું બને, વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે જેથી પર્યાવરણનું જતન પણ થઈ શકે.

  આ યુવાનોની ટીમનો ઉદ્દેશ્ય છે કે રાજકોટ હરિયાળું બને, વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે જેથી પર્યાવરણનું જતન પણ થઈ શકે.

  19/20
 • દર રવિવારે આ યુવાનો કોઈક ને કોઈક રીતે પ્રકૃતિની સેવા કરે છે અને રાજકોટીયનોને ભેટ આપે છે. તેમના આ પ્રયાસમાં જો શહેરીજનો સહકાર આપે તો રાજકોટને જલ્દી જ કચરા મુક્ત થઈ લીલુંછમ બની જશે.

  દર રવિવારે આ યુવાનો કોઈક ને કોઈક રીતે પ્રકૃતિની સેવા કરે છે અને રાજકોટીયનોને ભેટ આપે છે. તેમના આ પ્રયાસમાં જો શહેરીજનો સહકાર આપે તો રાજકોટને જલ્દી જ કચરા મુક્ત થઈ લીલુંછમ બની જશે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

ચોમાસું બેસી ગયું છે પણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વરસાદની રાહ જોઈ રહ્યું છે. ગયા વર્ષે નબળું ચોમાસું રહ્યા બાદ આ વર્ષે પણ ચોમાસું સારું ન રહે તેવી ભીતિ છે. ગ્લોબલ વૉર્મિંગ પોતાની અસર બતાવી રહ્યું છે. ત્યારે રાજકોટના આ લોકોએ શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવાની નેમ લીધી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK