જગતના નાથની થઈ જળયાત્રા, નાથે ધારણ કર્યો ગજવેશ

Published: Jun 17, 2019, 16:21 IST | Falguni Lakhani
  • રથયાત્રા..આ એક એવો અવસર છે જ્યારે જગતના નાથ પોતે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે. અને આ યાત્રાની શરૂઆત થાય છે જળયાત્રાથી.

    રથયાત્રા..આ એક એવો અવસર છે જ્યારે જગતના નાથ પોતે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે. અને આ યાત્રાની શરૂઆત થાય છે જળયાત્રાથી.

    1/9
  • 600 ધ્વજાપતાકા અને 108 કળશ સાથે જળયાત્રાએ જ્યારે પ્રસ્થાન કર્યું ત્યારે અલૌકિક દ્રશ્યો સર્જાયા હતા.

    600 ધ્વજાપતાકા અને 108 કળશ સાથે જળયાત્રાએ જ્યારે પ્રસ્થાન કર્યું ત્યારે અલૌકિક દ્રશ્યો સર્જાયા હતા.

    2/9
  • સાબરમતી નદીમાં ગંગાપૂજન બાદ 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજીની ષોડશોચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરવામાં આવ્યો.જગન્નાથની જળયાત્રામાં હજારો ભાવિકો આસ્થા સાથે જોડાયા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેરના મેયર સહિતના લોકો હાજર રહ્યા.

    સાબરમતી નદીમાં ગંગાપૂજન બાદ 108 કળશમાં જળ ભરી મંદિરમાં લાવી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજીની ષોડશોચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરવામાં આવ્યો.જગન્નાથની જળયાત્રામાં હજારો ભાવિકો આસ્થા સાથે જોડાયા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેરના મેયર સહિતના લોકો હાજર રહ્યા.

    3/9
  • જળથી સ્નાન કર્યા બાદ ભગવાને ગજવેશ ધારણ કર્યો. ગજવેશમાં ભગવાન ખૂબ જ શોભી રહ્યા હતા.

    જળથી સ્નાન કર્યા બાદ ભગવાને ગજવેશ ધારણ કર્યો. ગજવેશમાં ભગવાન ખૂબ જ શોભી રહ્યા હતા.

    4/9
  • સ્નાન બાદ ખાસ પ્રકારના વસ્ત્રોથી અલંકૃત થઈને ભગવાન ગણેશજીના રૂપમાં દર્શન આપે છે જેથી તેમને ગજવેશ કહેવામાં આવે છે.

    સ્નાન બાદ ખાસ પ્રકારના વસ્ત્રોથી અલંકૃત થઈને ભગવાન ગણેશજીના રૂપમાં દર્શન આપે છે જેથી તેમને ગજવેશ કહેવામાં આવે છે.

    5/9
  • ભગવાન જળયાત્રા અને સ્નાન બાદ મામાના ઘરે જાય છે અને ત્યાં 15 દિવસ સુધી રોકાય છે.

    ભગવાન જળયાત્રા અને સ્નાન બાદ મામાના ઘરે જાય છે અને ત્યાં 15 દિવસ સુધી રોકાય છે.

    6/9
  • 15 દિવસ બાદ ભગવાન નિજ મંદિરે ધામધૂમથી પાછા ફરે છે. આ દિવસ એટલે અષાઢી બીજનો પાવન દિવસ.

    15 દિવસ બાદ ભગવાન નિજ મંદિરે ધામધૂમથી પાછા ફરે છે. આ દિવસ એટલે અષાઢી બીજનો પાવન દિવસ.

    7/9
  • અષાઢી બીજના દિવસે પહિંદ વિધિથી રથયાત્રાનો પ્રારંભ થશે અને પછી તો બસ ભક્તોના હૈયા હિલોળે ચડશે.

    અષાઢી બીજના દિવસે પહિંદ વિધિથી રથયાત્રાનો પ્રારંભ થશે અને પછી તો બસ ભક્તોના હૈયા હિલોળે ચડશે.

    8/9
  • ભક્તો તો બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને જગતના નાથના દર્શન કરવા મળે અને તેમનું જીવતર ધન્ય થઈ જાય.

    ભક્તો તો બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને જગતના નાથના દર્શન કરવા મળે અને તેમનું જીવતર ધન્ય થઈ જાય.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

જગતના નાથની રથયાત્રાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. આજે 140મી રથયાત્રા માટે જળયાત્રા નીકળી. જુઓ તેની કેટલીક ઝલકો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK