જાણો કેબીસીમાં 25 લાખ જીતનાર ઉનાના મહિલા તબીબની સંઘર્ષથી સફળતા સુધીની સફર...

Published: Sep 12, 2019, 13:01 IST | Falguni Lakhani
 • આ અઠવાડિયે કૌન બનેગા કરોડપતિમાં આપણા ગુજરાતના એક મહિલા તબીબ હોટસીટ સુધી પહોંચ્યા અને 25 લાખ રૂપિયા જીત્યા. એક નાના એવા સેન્ટરથી કેબીસી સુધીની તેમની આ સંઘર્ષમય સફર સૌ કોઈને પ્રેરણા આપે તેવી છે.

  આ અઠવાડિયે કૌન બનેગા કરોડપતિમાં આપણા ગુજરાતના એક મહિલા તબીબ હોટસીટ સુધી પહોંચ્યા અને 25 લાખ રૂપિયા જીત્યા. એક નાના એવા સેન્ટરથી કેબીસી સુધીની તેમની આ સંઘર્ષમય સફર સૌ કોઈને પ્રેરણા આપે તેવી છે.

  1/16
 • આ મહિલા તબીબનું નામ છે ડૉ. કૃપા દેસાઈ. જેઓ હાલ ઉનાના દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવે છે અને સિંગર મધર છે.

  આ મહિલા તબીબનું નામ છે ડૉ. કૃપા દેસાઈ. જેઓ હાલ ઉનાના દેલવાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવે છે અને સિંગર મધર છે.

  2/16
 • કેબીસીમાં જવાના પોતાના અનુભવને જણાવતા કૃપા દેસાઈ કહે છે, એ મારા માટે અવિસ્મરણીય અનુભવ છે. હું હજી પણ એ માહોલમાંથી બહાર નથી આવી શકી.

  કેબીસીમાં જવાના પોતાના અનુભવને જણાવતા કૃપા દેસાઈ કહે છે, એ મારા માટે અવિસ્મરણીય અનુભવ છે. હું હજી પણ એ માહોલમાંથી બહાર નથી આવી શકી.

  3/16
 • ડૉ.કૃપા કહે છે કે, સદીના મહાનાયક સાથે વિતાવેલો એ સમય મારા જીવનનો સૌથી યાદગાર સમય છે. મે તેમને જન્માષ્ટમીના દિવસે પહેલા જોયા હતા. અને મને લાગ્યું કે જાણે મેં સાક્ષાત કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા છે.

  ડૉ.કૃપા કહે છે કે, સદીના મહાનાયક સાથે વિતાવેલો એ સમય મારા જીવનનો સૌથી યાદગાર સમય છે. મે તેમને જન્માષ્ટમીના દિવસે પહેલા જોયા હતા. અને મને લાગ્યું કે જાણે મેં સાક્ષાત કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા છે.

  4/16
 • એ સમયને યાદ કરતા કૃપા દેસાઈ કહે છે કે, બ્રેક સમયે ત્યાં હાજર લોકો બિગ બીને કહેતા હતા કે અમારી સામે તો જુઓ. ત્યારે અમિતાભ બચ્ચને તેમને કહ્યું કે, જ્યારે તમે કૃપા દેસાઈ જેટલી મહેનત કરીને અહીં આવશો ત્યારે હું તમારી સામે જોઈશ. અત્યારે તો હું કૃપા દેસાઈ સામે જ જોઈશ.

  એ સમયને યાદ કરતા કૃપા દેસાઈ કહે છે કે, બ્રેક સમયે ત્યાં હાજર લોકો બિગ બીને કહેતા હતા કે અમારી સામે તો જુઓ. ત્યારે અમિતાભ બચ્ચને તેમને કહ્યું કે, જ્યારે તમે કૃપા દેસાઈ જેટલી મહેનત કરીને અહીં આવશો ત્યારે હું તમારી સામે જોઈશ. અત્યારે તો હું કૃપા દેસાઈ સામે જ જોઈશ.

  5/16
 • ડૉ. કૃપા કહે છે કે, સદીના મહાનાયક જેવું સ્ત્રી દાક્ષિણ્ય અત્યાર સુધીમાં કોઈનું નથી જોયું. અમિતાભ બચ્ચને તેમને ખૂબ જ માન આપ્યું, જે તેઓ જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકે.

  ડૉ. કૃપા કહે છે કે, સદીના મહાનાયક જેવું સ્ત્રી દાક્ષિણ્ય અત્યાર સુધીમાં કોઈનું નથી જોયું. અમિતાભ બચ્ચને તેમને ખૂબ જ માન આપ્યું, જે તેઓ જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકે.

  6/16
 • કૌન બનેગા કરોડપતિ પછી કૃપા દેસાઈ કહે છે કે, તેની લાઈફ ઘણી બદલાઈ ગઈ છે. રોજ સોશિયલ મીડિયા પર ફ્રેન્ડસ રીક્વેસ્ટ આવે છે. મને કેટલા લોકોના ફોન અને મેસેજ આવે છે.

  કૌન બનેગા કરોડપતિ પછી કૃપા દેસાઈ કહે છે કે, તેની લાઈફ ઘણી બદલાઈ ગઈ છે. રોજ સોશિયલ મીડિયા પર ફ્રેન્ડસ રીક્વેસ્ટ આવે છે. મને કેટલા લોકોના ફોન અને મેસેજ આવે છે.

  7/16
 • પોતાના જીવન વિશે વાત કરતા કૃપા દેસાઈ કહે છે કે, હું સિંગલ મધર છું. મેં પ્રેમલગ્ન કર્યા હતા અને 2010માં મારા છૂટાછેડા થયા છે.

  પોતાના જીવન વિશે વાત કરતા કૃપા દેસાઈ કહે છે કે, હું સિંગલ મધર છું. મેં પ્રેમલગ્ન કર્યા હતા અને 2010માં મારા છૂટાછેડા થયા છે.

  8/16
 • પોતાના સંઘર્ષ વિશે વાત કરતા તેઓ કહે છે કે,  હું ઘરેલું હિંસાનો પણ શિકાર બની હતી. આખરે પાડોશીએ મારા પરિવારને જણાવ્યું, અને હું ત્યાંથી બહાર નીકળી.

  પોતાના સંઘર્ષ વિશે વાત કરતા તેઓ કહે છે કે,  હું ઘરેલું હિંસાનો પણ શિકાર બની હતી. આખરે પાડોશીએ મારા પરિવારને જણાવ્યું, અને હું ત્યાંથી બહાર નીકળી.

  9/16
 • વિકટ સ્થિતિમાંથી કૃપા તેમના પરિવારના સપોર્ટથી બહાર આવ્યા. તેઓ ઉના આવ્યા અને દેલવાડામાં નોકરી કરવા લાગ્યા. જ્યારે તેમણે આસપાસના ગામડાના બહેનોનો જોયા ત્યારે લાગ્યું કે તેમનું દુઃખ ઓછું છે.

  વિકટ સ્થિતિમાંથી કૃપા તેમના પરિવારના સપોર્ટથી બહાર આવ્યા. તેઓ ઉના આવ્યા અને દેલવાડામાં નોકરી કરવા લાગ્યા. જ્યારે તેમણે આસપાસના ગામડાના બહેનોનો જોયા ત્યારે લાગ્યું કે તેમનું દુઃખ ઓછું છે.

  10/16
 • ડૉ. કૃપા દેસાઈએ તેમનું તમામ ધ્યાન બાળકનો ઉછેરમાં અને નોકરી પર લગાવી દીધું. તેમણે જીપીએસસી અને યૂપીએસસીની પણ તૈયારી કરી હતી. જે તેમને કેબીસી સમય કામ આવી.

  ડૉ. કૃપા દેસાઈએ તેમનું તમામ ધ્યાન બાળકનો ઉછેરમાં અને નોકરી પર લગાવી દીધું. તેમણે જીપીએસસી અને યૂપીએસસીની પણ તૈયારી કરી હતી. જે તેમને કેબીસી સમય કામ આવી.

  11/16
 • કૃપાબહેન કહે છે કે કેબીસીમાં તમને જ્ઞાન, ઝડપ, ચોકસાઈ અને આત્મવિશ્વાસ જ કામ આવશે. તેઓ આજે પણ આસપાસની ઘટનાની જાણકારી રાખે છે.

  કૃપાબહેન કહે છે કે કેબીસીમાં તમને જ્ઞાન, ઝડપ, ચોકસાઈ અને આત્મવિશ્વાસ જ કામ આવશે. તેઓ આજે પણ આસપાસની ઘટનાની જાણકારી રાખે છે.

  12/16
 • કૃપા દેસાઈ માટે તેમના માતા ખૂબ જ ખાસ છે. તેમણે કેબીસીમાં રમવાની શરૂઆત કરતા પહેલા પણ હોટસીટ પરથી તેમના આશિર્વાદ લીધા હતા. કૃપાબહેનનો પરિવાર પણ ખૂબ જ ખુશ છે.

  કૃપા દેસાઈ માટે તેમના માતા ખૂબ જ ખાસ છે. તેમણે કેબીસીમાં રમવાની શરૂઆત કરતા પહેલા પણ હોટસીટ પરથી તેમના આશિર્વાદ લીધા હતા. કૃપાબહેનનો પરિવાર પણ ખૂબ જ ખુશ છે.

  13/16
 • કૃપા બહેનનો દીકરો શૂટર છે અને આ સ્પોર્ટ્સમાં તે સફળ પણ થઈ રહ્યો છે. જેથી કૃપા દેસાઈ તેના માટે એક રાઈફલ પણ ખરીદવા માંગે છે.

  કૃપા બહેનનો દીકરો શૂટર છે અને આ સ્પોર્ટ્સમાં તે સફળ પણ થઈ રહ્યો છે. જેથી કૃપા દેસાઈ તેના માટે એક રાઈફલ પણ ખરીદવા માંગે છે.

  14/16
 • કૃપા દેસાઈને આશા હતી કે તેઓ 50 લાખ જીતશે પરંતુ તેઓ એક સવાલ માટે ચૂકી ગયા. જીતની રકમમાંથી તેમને આસપાસના વિસ્તારની બહેનોને પગભર કરવા માટે એસજીઓ શરૂ કરવાની ઈચ્છા હતી.

  કૃપા દેસાઈને આશા હતી કે તેઓ 50 લાખ જીતશે પરંતુ તેઓ એક સવાલ માટે ચૂકી ગયા. જીતની રકમમાંથી તેમને આસપાસના વિસ્તારની બહેનોને પગભર કરવા માટે એસજીઓ શરૂ કરવાની ઈચ્છા હતી.

  15/16
 • ડૉ. કૃપા દેસાઈની આ સફર ખરેખર યુવાનો અને ખાસ કરીને સ્ત્રીઓ માટે આદર્શ સમાન છે. તેમણે સાબિત કર્યું છે કે ઈચ્છા શક્તિ અને સકારાત્મકતાથી તમે ધારો તે મેળવી શકો છો.

  ડૉ. કૃપા દેસાઈની આ સફર ખરેખર યુવાનો અને ખાસ કરીને સ્ત્રીઓ માટે આદર્શ સમાન છે. તેમણે સાબિત કર્યું છે કે ઈચ્છા શક્તિ અને સકારાત્મકતાથી તમે ધારો તે મેળવી શકો છો.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

ગીર સોમનાથના ઉના ગામથી લઈને કૌન બનેગા કરોડપતિની હોટસીટ સુધીની સફર પૂર્ણ કરી છે ડૉ. કૃપા દેસાઈએ..ચાલો જાણીએ તેમની સંઘર્ષથી સફળતા સુધીની કહાનીને...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK