અમદાવાદ: ભગવાન જગન્નાથના અલૌકિક દર્શન, જુઓ ફોટોઝ

Updated: Jul 04, 2019, 12:47 IST | Sheetal Patel
 • અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો જમાલપુર નિજ મંદિરેથી સવારે 7 વાગ્યે અમીછાંટણા સાથે પ્રારંભ થયો છે.

  અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો જમાલપુર નિજ મંદિરેથી સવારે 7 વાગ્યે અમીછાંટણા સાથે પ્રારંભ થયો છે.

  1/24
 • આ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

  આ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

  2/24
 • ભગવાન જગન્નાથને 'નંદીઘોષ' નામના રથમાં, બહેન સુભદ્રાને 'કલ્પધ્વજ' અને ભાઈ બળભદ્રને 'તાલધ્વજ' નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.

  ભગવાન જગન્નાથને 'નંદીઘોષ' નામના રથમાં, બહેન સુભદ્રાને 'કલ્પધ્વજ' અને ભાઈ બળભદ્રને 'તાલધ્વજ' નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.

  3/24
 • મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી છે. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો છે. 

  મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી છે. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો છે. 

  4/24
 • CM રૂપાણીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરી છે. જો કે આ વખતે દર વર્ષ કરતા ભાવિક ભક્તોની સંખ્યા ઘટી હોવાનું નજરે પડી રહ્યું હતું. 

  CM રૂપાણીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરી છે. જો કે આ વખતે દર વર્ષ કરતા ભાવિક ભક્તોની સંખ્યા ઘટી હોવાનું નજરે પડી રહ્યું હતું. 

  5/24
 • હાલ રથયાત્રા જમાલપુરથી ખમાસા તરફ આગળ વધી રહી છે, જ્યારે ટ્રક મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચ્યા છે. જ્યાં એએમસીના મેયર સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનો સ્વાગતની તૈયારી સાથે ભગવાનની રાહ જોઈ રહ્યા છે.

  હાલ રથયાત્રા જમાલપુરથી ખમાસા તરફ આગળ વધી રહી છે, જ્યારે ટ્રક મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચ્યા છે. જ્યાં એએમસીના મેયર સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનો સ્વાગતની તૈયારી સાથે ભગવાનની રાહ જોઈ રહ્યા છે.

  6/24
 • ગૃહમંત્રી બન્યા બાદ ગુજરાત આવેલા અમિત શાહે મંગળા આરતી કરી છે. આ વખતે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતા.

  ગૃહમંત્રી બન્યા બાદ ગુજરાત આવેલા અમિત શાહે મંગળા આરતી કરી છે. આ વખતે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતા.

  7/24
 • મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીનો લ્હાવો લેવા આવ્યા હતા. મંદિર જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

  મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીનો લ્હાવો લેવા આવ્યા હતા. મંદિર જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

  8/24
 • રથયાત્રા દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી અને મંગળા આરતી થતાં જ મેઘારાજાએ પણ પોતાની હાજરી નોંધાવી હોય તેમ અમીછાંટણા પડ્યા હતા.

  રથયાત્રા દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી અને મંગળા આરતી થતાં જ મેઘારાજાએ પણ પોતાની હાજરી નોંધાવી હોય તેમ અમીછાંટણા પડ્યા હતા.

  9/24
 • રથયાત્રામાં 100 ટ્રક, 30 અખાડા, 18 હાથી, 3 રાસ મંડળી, 18 ભજન મંડળી, 1 ઘોડાગાડી, 5 બેન્ડવાજા જોડાયા. જાંબુ, ફણગાવેલા મગ સહિતનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.

  રથયાત્રામાં 100 ટ્રક, 30 અખાડા, 18 હાથી, 3 રાસ મંડળી, 18 ભજન મંડળી, 1 ઘોડાગાડી, 5 બેન્ડવાજા જોડાયા. જાંબુ, ફણગાવેલા મગ સહિતનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.

  10/24
 • રથયાત્રાને લીધે બીઆરટીએસના ઝુંડાલ સર્કલથી નારોલ, નરોડા ગામતી ઇસ્કોન ચાર રસ્તા, ઓઢવથી એલડી એન્જી. કોલેજ, નરોડા ગામથી વાસણા, આરટીઓ સરક્યુલર, આરટીઓ એન્ટીસરક્યુલર રૂટ બંધ કરવામાં આવ્યા છે. એએમટીએસની 300થી વધુ બસનો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  રથયાત્રાને લીધે બીઆરટીએસના ઝુંડાલ સર્કલથી નારોલ, નરોડા ગામતી ઇસ્કોન ચાર રસ્તા, ઓઢવથી એલડી એન્જી. કોલેજ, નરોડા ગામથી વાસણા, આરટીઓ સરક્યુલર, આરટીઓ એન્ટીસરક્યુલર રૂટ બંધ કરવામાં આવ્યા છે. એએમટીએસની 300થી વધુ બસનો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  11/24
 • આ વખતે દર વર્ષ કરતા ભાવિક ભક્તોની સંખ્યા ઘટી હોવાનું નજરે પડી

  આ વખતે દર વર્ષ કરતા ભાવિક ભક્તોની સંખ્યા ઘટી હોવાનું નજરે પડી

  12/24
 • રથયાત્રાના શુભારંભે ભગવાને હેત વરસાવી આશીર્વાદ આપ્યા છે. આપણે પ્રાર્થના કરીએ કે આખું ચોમાસું સારો વરસાદ પડે.

  રથયાત્રાના શુભારંભે ભગવાને હેત વરસાવી આશીર્વાદ આપ્યા છે. આપણે પ્રાર્થના કરીએ કે આખું ચોમાસું સારો વરસાદ પડે.

  13/24
 • રથયાત્રા દરમિયાન અમી છાંટણા થતા ચારેકોર હર્ષોલ્લાસ જોવા મળ્યો.

  રથયાત્રા દરમિયાન અમી છાંટણા થતા ચારેકોર હર્ષોલ્લાસ જોવા મળ્યો.

  14/24
 • રથયાત્રા માર્ગો અને મંદિરની આસપાસ સુરક્ષા જવાનો પહેલાથી મોરચા સંભાળી ચુક્યા છે પોલીસ દ્વારા પહેલાથી કોમ્બિંગ અને પેટ્રોલિંગની પ્રક્રિયાને વધારે તીવ્ર બનાવી દેવામાં આવી

  રથયાત્રા માર્ગો અને મંદિરની આસપાસ સુરક્ષા જવાનો પહેલાથી મોરચા સંભાળી ચુક્યા છે પોલીસ દ્વારા પહેલાથી કોમ્બિંગ અને પેટ્રોલિંગની પ્રક્રિયાને વધારે તીવ્ર બનાવી દેવામાં આવી

  15/24
 • રથયાત્રા માર્ગો અને મંદિરની આસપાસ સુરક્ષા જવાનો પહેલાથી મોરચા સંભાળી ચુક્યા છે પોલીસ દ્વારા પહેલાથી કોમ્બિંગ અને પેટ્રોલિંગની પ્રક્રિયાને વધારે તીવ્ર બનાવી દેવામાં આવી

  રથયાત્રા માર્ગો અને મંદિરની આસપાસ સુરક્ષા જવાનો પહેલાથી મોરચા સંભાળી ચુક્યા છે પોલીસ દ્વારા પહેલાથી કોમ્બિંગ અને પેટ્રોલિંગની પ્રક્રિયાને વધારે તીવ્ર બનાવી દેવામાં આવી

  16/24
 • રાજ્યમાં કુલ 164 સ્થળથી રથયાત્રા નિકળનાર છે.

  રાજ્યમાં કુલ 164 સ્થળથી રથયાત્રા નિકળનાર છે.

  17/24
 • હજારો લોકોને રાજ્યભરમાં પહેલાથી જ અટકાયતમાં લેવામાં આવ્યા છે

  હજારો લોકોને રાજ્યભરમાં પહેલાથી જ અટકાયતમાં લેવામાં આવ્યા છે

  18/24
 • અમિત શાહે તેમના પત્ની સાથે ભગવાન જગન્નાથની આરતી કરી.

  અમિત શાહે તેમના પત્ની સાથે ભગવાન જગન્નાથની આરતી કરી.

  19/24
 • અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળે છે.

  અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળે છે.

  20/24
 • ભગવાન જગન્નાથના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. ત્યારે આ ફોટોમાં કરો કાળિયા ઠાકોરના અલૌકિક દર્શન

  ભગવાન જગન્નાથના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. ત્યારે આ ફોટોમાં કરો કાળિયા ઠાકોરના અલૌકિક દર્શન

  21/24
 • ભક્તો અમીછાંટણા વચ્ચે પણ ભગવાનના દર્શન માટે પલળતા વરસાદમાં ઉભા રહ્યા છે. 

  ભક્તો અમીછાંટણા વચ્ચે પણ ભગવાનના દર્શન માટે પલળતા વરસાદમાં ઉભા રહ્યા છે. 

  22/24
 • ભગવાન સુભદ્રાજીના રથના કરો દર્શન. ભગવાન સુભદ્રાજીના રથનું નામ છે દર્પદલન. 

  ભગવાન સુભદ્રાજીના રથના કરો દર્શન. ભગવાન સુભદ્રાજીના રથનું નામ છે દર્પદલન. 

  23/24
 • ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ભગવાન બલરામના રથનું નામ છે તાલધ્વજ 

  ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ભગવાન બલરામના રથનું નામ છે તાલધ્વજ 

  24/24
 • loading...

ફોટોઝ વિશે

જગતના નાથ એવા ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એકવાર નગરચર્યાએ નીકળે છે અને આ વિશિષ્ટ પર્વ એટલે રથયાત્રા. આજે એટલે કે અષાઢી બીજનાં દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની 142મી પૌરાણિક-પારંપરિક રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળી રહી છે. તો જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK