આ પ્રજાતિનું નામ ‘મલબાર જાયન્ટ સ્ક્વિરલ’ છે
અજબ ગજબ
‘મલબાર જાયન્ટ સ્ક્વિરલ’ની તસવીર
ભારત સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ પ્રાણીસૃષ્ટિ ધરાવે છે એની વધુ એક સાબિતી વન વિભાગના અધિકારીએ આપી હતી. ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ અધિકારી પરવીન કાસવાન નિયમિત વાઇલ્ડલાઇફ વિશે રસપ્રદ તથ્યો અને ફોટો શૅર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ભારતમાં જોવા મળતી વિશ્વની સૌથી મોટી ખિસકોલીની પ્રજાતિનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો અને તેને ઓળખવા કહ્યું હતું. લાંબી પૂંછડીવાળી ભૂરા રંગની આ ખિસકોલીને ઘણા લોકો ઓળખી ગયા હતા. આ પ્રજાતિનું નામ ‘મલબાર જાયન્ટ સ્ક્વિરલ’ છે જેનું કદ લગભગ સસલા જેટલું છે.