Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુબઈમાં શરૂ થશે અજાયબ રોબો કૅફે

દુબઈમાં શરૂ થશે અજાયબ રોબો કૅફે

20 December, 2022 12:40 PM IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડોના સાઇબર કૅફે કયા સ્થળે શરૂ થવાની છે એ હજી જાહેર કરવામાં નથી આવ્યું

દુબઈમાં શરૂ થશે અજાયબ રોબો કૅફે

Offbeat News

દુબઈમાં શરૂ થશે અજાયબ રોબો કૅફે


ટેક્નૉલૉજી દિવસે-દિવસે આગળ વધી રહી છે. વળી એ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ચૂકી છે. દુબઈમાં આવતા વર્ષથી સુપરમૉડલ રોબો ડોના સાઇબર-કૅફે શરૂ થઈ રહી છે, જે ગ્રાહકોને તેમની મનપસંદ વસ્તુઓ પીરસશે. રોબો-સી-રને ડોના નામ આપવામાં આવ્યું છે. માણસોની મદદ વગર ચાલનારી એ વિશ્વની પહેલી કૅફે હશે. આ કૅફે ૨૪ કલાક ખુલ્લી રહેશે. સુપરમૉડલ રોબો ઉપરાંત અહીં સેલ્ફ સર્વ આઇસક્રીમ મશીન અને રોબો દ્વારા સંચાલિત કૉફી-મશીન પણ હશે. ડોના સાઇબર કૅફે કયા સ્થળે શરૂ થવાની છે એ હજી જાહેર કરવામાં નથી આવ્યું. જો યુએઈમાં આવી ઘણી કૅફે શરૂ થશે. સુપર મૉડલ રોબોના નિર્માતાઓના જણાવ્યા પ્રમાણે આ રોબોના વિવિધ ભાગો રશિયામાંથી આયાત કરવામાં આવ્યા છે. રોબોનું વ્ય​ક્તિત્વ મહિલાઓ જેવું છે. વળી એ વાતચીત કરવા ઉપરાંત વાર્તાઓ પણ કહી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2022 12:40 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK