એ માણસે અઠવાડિયામાં જ મારું કન્ટેન્ટ ખરીદી લીધું અને પછી ગર્લફ્રેન્ડ એક્સ્પીરિયન્સ પૅકેજનું સબસ્ક્રિપ્શન ભર્યું
અજબ ગજબ
હની બ્રુક્સ નામની મૉડલ
એક મહિલાએ અજાણતાં પોતાની બેસ્ટ ફ્રેન્ડનું લગ્નજીવન ભાંગી નાખ્યું હતું. હની બ્રુક્સ નામની મૉડલ જે વ્યક્તિને ઑનલાઇન ડેટ કરતી એ તેની બેસ્ટ ફ્રેન્ડનો પતિ નીકળ્યો. મૉડલે ઇન્સ્ટાગ્રામ રીલમાં સમગ્ર ઘટના શૅર કરતાં જણાવ્યું કે આ માણસે જુદા યુઝરનેમથી ૬ મહિના પહેલાં તેનું ઓન્લીફૅન્સ અકાઉન્ટ સબસ્ક્રાઇબ કર્યું હતું. ઓન્લીફૅન્સ એવું પ્લૅટફૉર્મ છે જ્યાં યુટ્યુબર્સ, ફિટનેસ ટ્રેઇનર્સ, મૉડલ્સ, ઍડલ્ટ કન્ટેન્ટ ક્રીએટર્સ તેમના પ્રોફેશનને મૉનેટાઇઝ કરી શકે છે. મહિલાએ કહ્યું કે ‘એ માણસે અઠવાડિયામાં જ મારું કન્ટેન્ટ ખરીદી લીધું અને પછી ગર્લફ્રેન્ડ એક્સ્પીરિયન્સ પૅકેજનું સબસ્ક્રિપ્શન ભર્યું. અમે ત્રણ મહિના સુધી ઑનલાઇન ડેટ કર્યું. એક દિવસ તેની પત્નીને એની ખબર પડતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે આ બાબતે મને જ દોષ દીધો.’