છોકરીનાં લગ્ન માટે સામાન્ય રીતે સારો પરિવાર હોય, સારું કમાતો હોય વગેરે-વગેરે લાયકાત ધરાવતા મુરતિયાની શોધ ચાલતી હોય છે પરંતુ હમણાં અખબારમાં લગ્નવિષયકની એક જાહેરાતે ચર્ચા જગાવી છે
અજબગજબ
અખબારમાં લગ્નવિષયકની જાહેરાત
છોકરીનાં લગ્ન માટે સામાન્ય રીતે સારો પરિવાર હોય, સારું કમાતો હોય વગેરે-વગેરે લાયકાત ધરાવતા મુરતિયાની શોધ ચાલતી હોય છે પરંતુ હમણાં અખબારમાં લગ્નવિષયકની એક જાહેરાતે ચર્ચા જગાવી છે. મહિલાએ યોગ્ય વર માટે કેટલીક શરતો મૂકી છે. સોશ્યલ સેક્ટરમાં કામ કરતી ૩૦ વર્ષની મહિલા માટે મુરતિયો શોધવા જાહેરાત અપાઈ છે. એ મહિલા ફેમિનિસ્ટ છે અને જાહેરાતમાં લખ્યું છે કે ‘મહિલા એક સુંદર, સુડોળ બાંધાનો પુરુષ શોધી રહી છે. યુવાનની ઉંમર પચીસથી ૨૮ વર્ષ વચ્ચેની હોવી જોઈએ. છોકરા પાસે પોતાનો જામેલો બિઝનેસ હોવો જોઈએ. બંગલો કે ૨૦ એકરનું ફાર્મહાઉસ હોવું જોઈએ. એ યુવક માતાપિતાનું એકમાત્ર સંતાન હોવો જોઈએ. તેને રસોઈ બનાવતાં પણ આવડવું જોઈએ. હા, વાછૂટ કરતા કે ઓડકાર ખાતા યુવકોએ આ કન્યા સાથે લગ્નનો વિચાર સુધ્ધાં કરવાનો નથી’.
સોશ્યલ મીડિયામાં આ જાહેરાત વાઇરલ થઈ છે અને લોકો જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.