એક યુઝરે કમેન્ટ કરી હતી કે પાછળ ઊભેલાં આન્ટીને જોઈને લાગે છે જાણે તેઓ હમણાં જ પર્સ વડે યુવતીને ફટકારશે.
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયાને કારણે કન્ટેન્ટ-ક્રીએટર્સનો રાફડો ફાટ્યો છે અને તેઓ પબ્લિક પ્લેસ પર પણ વિડિયો બનાવી રહ્યા છે. દિલ્હી મેટ્રોના આવા વિડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાઇરલ થાય છે. અગાઉ બે યુવતીઓના સેન્સ્યુઅલ ડાન્સે ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી હતી. આવો જ એક વિડિયો ફરી જોવા મળ્યો હતો જેમાં એક યુવતી ઇન્સ્ટાગ્રામ રીલ માટે કામુક ડાન્સ કરી રહી છે. એ દરમ્યાન એ યુવતીની પાછળ ઊભેલી એક મહિલાને ચીડ ચડે છે અને તે જાણે દરવાજો ખૂલવાની જ રાહ જુએ છે. સોશ્યલ મીડિયા પર છોકરીના ડાન્સ કરતાં એ મહિલાના હાવભાવ પર લોકોનું ધ્યાન વધુ ગયું હતું. એક યુઝરે કમેન્ટ કરી હતી કે પાછળ ઊભેલાં આન્ટીને જોઈને લાગે છે જાણે તેઓ હમણાં જ પર્સ વડે યુવતીને ફટકારશે.

