આ મહિલા તરુણાવસ્થામાં માસિક ન આવવાને કારણે અને સ્તનનો વિકાસ ન થવાને કારણે ચિંતિત હતી
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં ૨૭ વર્ષની એક મહિલાના માથે આભ તૂટી પડ્યું હતું, કેમ કે તેને લગ્ન પહેલાં જ એવી જાણ થઈ કે તે હકીકતમાં પુરુષ છે. મધ્ય ચીનના હુબેઇ પ્રાંતમાં રહેતી આ મહિલાને એક ટેસ્ટ પરથી ખબર પડી કે તેના પેટમાં એક ટેસ્ટિકલ (અંડકોષ) છે જે તેને બાયોલૉજિકલી પુરુષ બનાવે છે. આ મહિલા તરુણાવસ્થામાં માસિક ન આવવાને કારણે અને સ્તનનો વિકાસ ન થવાને કારણે ચિંતિત હતી. ૧૮ વર્ષની ઉંમરે તેને ડૉક્ટરે ક્રોમોઝોમ ટેસ્ટ કરાવવાનું કહ્યું, પણ તેણે આ બાબતને ગંભીરતાથી નહોતી લીધી. તેણે ૨૭ વર્ષની ઉંમરે લગ્ન કરતાં પહેલાં આ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું જેમાં ખુલાસો થયો કે તે મેલ સેક્સ હૉર્મોન ધરાવે છે પણ તેનો દેખાવ મહિલા જેવો છે. તાજેતરમાં ડૉક્ટરે કૅન્સરના જોખમને ધ્યાનમાં રાખીને મહિલાના પેટમાંથી અંડકોષ દૂર કર્યો હતો.

