એ મહિલાએ સોશ્યલ મીડિયા પર આ સંદર્ભની પોસ્ટ મૂકી તો લોકોએ એને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી
ગેઇલ લીન
મોટા ભાગે લોકો પોતાના પ્રિય પાત્રની યાદ આવે ત્યારે જૂના ફોટોને જોઈ લેતા હોય છે અથવા જૂનાં સંસ્મરણોને યાદ કરી લેતા હોય છે, પણ અમેરિકાની એક મહિલાએ બૉયફ્રેન્ડની યાદમાં અનોખું કામ કર્યું છે. ઓહાયો સ્ટેટના સ્પ્રિંગફીલ્ડ શહેરની વતની ગેઇલ લીન નામની બાવન વર્ષની મહિલાએ ઊનથી ગૂંથીને બૉયફ્રેન્ડની રેપ્લિકા એટલે કે પ્રતિકૃતિ બનાવી હતી. એ મહિલાએ સોશ્યલ મીડિયા પર આ સંદર્ભની પોસ્ટ મૂકી તો લોકોએ એને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એ પછી તેણે આવી એક રેપ્લિકા ૩૦૦ ડૉલર (આશરે ૨૫,૦૦૦ રૂપિયા)માં વેચી હતી. હવે આવી રેપ્લિકા માટે લોકો ૪૧,૦૦૦ રૂપિયા સુધીની ઑફર કરતા થયા છે. રસપ્રદ વાત એ છે કે મહિલાએ બૉયફ્રેન્ડની ફુલ સાઇઝની રેપ્લિકા બનાવી હતી જેમાં તેનો પ્રાઇવેટ પાર્ટ પણ સામેલ છે.

