ઇન્ટરનેટ-યુઝર્સ આ મહિલાના નિવેદનથી ચકિત થઈ ગયા છે.
કાસ થીઆઝ નામની યુવતી
યુનાઇટેડ સ્ટેટ્સના ન્યુ જર્સીમાં એક મહિલાએ પોતાનાં માતા-પિતા સામે કેસ કર્યો હતો, કેમ કે તેમણે જન્મ આપતાં પહેલાં તેની પરમિશન નહોતી લીધી. ઇન્ટરનેટ-યુઝર્સ આ મહિલાના નિવેદનથી ચકિત થઈ ગયા છે. કાસ થીઆઝ નામની યુવતીએ દાવો કર્યો હતો કે ‘મને આ દુનિયામાં ખરેખર આવવું હતું કે નહીં એ જાણવા માટે મારા પેરન્ટ્સે કોઈ પણ રીતે મારો સંપર્ક કરવાનો પ્રયાસ નહોતો કર્યો. મને ખબર નહોતી કે મારે મોટા થવું પડશે અને નોકરી કરવી પડશે અને એટલે જ મેં તેમની સામે કેસ કર્યો છે.’ મહિલાએ એવું પણ કહ્યું કે ‘મારાં પોતાનાં બાળકો છે, પણ એ દત્તક લીધેલાં છે. એ મારો વાંક નથી કે તેઓ આ દુનિયામાં છે.’ હવે કાસ થીઆઝના ફૉલોઅર્સ મૂંઝવણમાં છે કે આ મહિલા ખરેખર સાચું બોલે છે કે મજાક કરે છે.

