ફી ચૂકવવા તેણે મૅન્ચેસ્ટરમાં આવેલી ટેસ્કો કંપનીમાં પાર્ટટાઇમ નોકરી શરૂ કરી, પરંતુ તેને રૂપિયા કમાવાનો એક નવો રસ્તો મળ્યો, જેના પરિણામે તે માલામાલ થઈ ગઈ.

લતીશા જોન્સ
લતીશા જોન્સ નામની યુવતીને મોટી થઈને ડૉક્ટર બનવું હતું એથી તેણે યુનિવર્સિટીમાં બાયોમેડિકલ સાયન્સનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. ફી ચૂકવવા તેણે મૅન્ચેસ્ટરમાં આવેલી ટેસ્કો કંપનીમાં પાર્ટટાઇમ નોકરી શરૂ કરી, પરંતુ તેને રૂપિયા કમાવાનો એક નવો રસ્તો મળ્યો, જેના પરિણામે તે માલામાલ થઈ ગઈ. ૨૨ વર્ષની લતીશા જોન્સને ખબર પડી કે કેટલાક એવા વિચિત્ર લોકો પણ હતા જેઓ થૂંક, પગના નખની ક્લિપિંગ અથવા જૂની બેડશીટ્સ માટે ૩૦૦થી ૧૫૦૦ પાઉન્ડ (અંદાજે ૩૧,૦૦૦થી માંડી ૧,૫૩,૦૦૦ રૂપિયા) આપવા તૈયાર હતા. તેણે પાર્ટટાઇમ નોકરી અને ડૉક્ટર બનવા માટેનો અભ્યાસ છોડી દીધો. તેનો એવો દાવો છે કે તેણે ૧૧,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૧૧.૨૭ લાખ રૂપિયા)નું દેવું પણ ચૂકતે કર્યું. લતીશાએ કહ્યું કે મેં ઓન્લીફૅન્સ નામની ઍડલ્ટ વેબસાઇટ પર જવાનું શરૂ કર્યું, જેના થકી મને વિચિત્ર વિનંતીઓ મળી. મને આ વાતની ખબર હતી, પણ એ આટલી સહેલાઈથી મળશે એની જાણ નહોતી. મારી પાસે પહેલી વખત મારા થૂંકની બૉટલ માગવામાં આવી. મને લાગ્યું કે આ મજાક હશે. મેં ૩૦૦ પાઉન્ડ (અંદાજે ૩૧,૦૦૦ રૂપિયા) માગ્યા. તેણે મારા બૅન્ક-અકાઉન્ટની ડિટેઇલ માગી, જે મેં આપી. આ બહુ જ સરળ હતું. હું એક સપ્તાહ સુધી સૂતી હોઉં એવી પલંગ પરની ચાદર, જિમના પરસેવાવાળાં કપડાં, નાહવાનું પાણી, ટૂથબ્રશ અને થૂંકેલુ ટૂથપેસ્ટ - તમે વિચારી પણ ન શકો એવી વસ્તુઓ લોકો માગે છે. સૌથી વધુ લોકપ્રિય થૂંક છે. હું મારું થૂંક ૨૫૦ પાઉન્ડ (અંદાજે ૨૫,૦૦૦ રૂપિયા) કરતાં ઓછા ભાવમાં આપતી નથી. હું ઘણા ગ્રાહકો સાથે ભાવતાલ કરું છું, પણ ૨૦૦ પાઉન્ડ (અંદાજે ૨૦,૦૦૦ રૂપિયા) કરતાં ઓછા ભાવે કંઈ વેચતી નથી.