સ્ત્રીઓ હવે સશક્ત થઈ ગઈ છે કે હિંસક એ સવાલ થાય એવી ઘટનાઓ આજકાલ બહુ બની રહી છે. હરિયાણાના ફરીદાબાદમાં એક બૉયફ્રેન્ડની યુવતીએ એટલી પિટાઈ કરી કે છોકરાને શરીરમાં ૧૩ ફ્રૅક્ચર આવ્યાં અને ૧૭ દિવસ હૉસ્પિટલમાં રહેવું પડ્યું.
ગુલશન
સ્ત્રીઓ હવે સશક્ત થઈ ગઈ છે કે હિંસક એ સવાલ થાય એવી ઘટનાઓ આજકાલ બહુ બની રહી છે. હરિયાણાના ફરીદાબાદમાં એક બૉયફ્રેન્ડની યુવતીએ એટલી પિટાઈ કરી કે છોકરાને શરીરમાં ૧૩ ફ્રૅક્ચર આવ્યાં અને ૧૭ દિવસ હૉસ્પિટલમાં રહેવું પડ્યું. ગુલશન નામના યુવકની મોબાઇલની શૉપ છે. ૨૦૧૯થી એક યુવતી વારંવાર તેની શૉપ પર આવતી અને એમાંથી બન્ને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યા. છોકરીએ યુવક પાસેથી કેટલાક રૂપિયા પણ ઉધાર લીધા હતા. જોકે બન્ને વચ્ચે પ્રેમ થયા પછી પણ ગુલશન તે યુવતી સાથે લગ્ન કરવા તૈયાર નહોતો. એનું કારણ એ હતું કે ગુલશનના તેની પહેલી પત્નીથી ડિવૉર્સની પ્રક્રિયા હજી પૂરી નહોતી થઈ. ગુલશન લગ્નની ના પાડતો હોવાથી યુવતીએ એક દિવસ પોતે લીધેલા ૨૧.૫ લાખ રૂપિયા પાછા આપવા છે એમ બહાનું કરીને તેને બોલાવ્યો અને એ પછી યુવતી અને તેનો પરિવાર તેને મારવા તૂટી પડ્યાં.

