યુરોપિયન દેશ ઑસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આવતા સપ્તાહે ગુસ્તાવ ક્લિમ્ટ નામના કલાકારના પેઇન્ટિંગનું ઑક્શન થવાનું છે
આવતા સપ્તાહે ગુસ્તાવ ક્લિમ્ટ નામના કલાકારના પેઇન્ટિંગનું ઑક્શન થવાનું છે
યુરોપિયન દેશ ઑસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આવતા સપ્તાહે ગુસ્તાવ ક્લિમ્ટ નામના કલાકારના પેઇન્ટિંગનું ઑક્શન થવાનું છે. ઑસ્ટ્રિયન પેઇન્ટરે ૧૯૧૭માં પોર્ટ્રેટ ઑફ ફ્રોલાઇન લીસર નામનું આ ચિત્ર દોર્યું હતું. ૧૯૨૫ પછી પહેલી વાર એ જાહેરમાં દર્શાવવામાં આવ્યું છે. આ ચિત્ર લીસર પરિવારની ફ્રોલાઇન નામની અજાણી યુવતીનું છે. ચિત્રની કિંમત ૫૪ મિલ્યન ડૉલર (અંદાજે ૪૪૮ કરોડ રૂપિયા) આંકવામાં આવી છે.

