Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar

આ દારૂ તમે પી શકો?

11 December, 2023 11:19 AM IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જપાનમાં તૈયાર કરાયેલું એક ડ્રિન્ક આજકાલ ઘણું પૉપ્યુલર થયું છે અને એનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. કારણ કે જ્યારે આ વ્હિસ્કીની બૉટલ ખોલવામાં આવે છે ત્યારે એની અંદર એક ઝેરી સાપ જોવા મળી રહ્યો છે.

હબુશુ વ્હિસ્કી

હબુશુ વ્હિસ્કી


જપાનમાં તૈયાર કરાયેલું એક ડ્રિન્ક આજકાલ ઘણું પૉપ્યુલર થયું છે અને એનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. કારણ કે જ્યારે આ વ્હિસ્કીની બૉટલ ખોલવામાં આવે છે ત્યારે એની અંદર એક ઝેરી સાપ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ટ્રાવેલ નામે એક અકાઉન્ટ પરથી આ વિચિત્ર ડ્રિન્કનો વિડિયો શૅર કરવામાં આવ્યો છે. આ વિડિયોની કૅપ્શનમાં લખવામાં આવ્યું છે, ‘શું તમે આ જપાની સ્નેક વ્હિસ્કી ટ્રાય કરશો?’ વિડિયોમાં એક વ્યક્તિ વ્હિસ્કીની બૉટલ ખોલીને એના વિશે જાણકારી આપતો જોવા મળે છે. મળતી માહિતી મુજબ આ ડ્રિન્ક રયુકુ દ્વીપમાં જોવા મળે છે, જ્યાં ઝેરી સાપને વ્હિસ્કીમાં મહિનાઓ સુધી પલાળવામાં આવે છે, જેથી ઝેર નિષ્ક્રિય થઈ જાય. જપાનની આ પ્રખ્યાત સ્નેક વ્હિસ્કીને ‘હબુશુ’ કહેવામાં આવે છે. એને તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. જો તમારે જપાનમાં એનો અનુભવ કરવો હોય તો તમારે ઓકિનાવા જવું પડે. તમને જણાવી દઈએ કે ત્યાંના લોકો એવું પણ માને છે કે આ હબુશુ માત્ર ડ્રિન્ક નથી, પરંતુ એક હેલ્ધી ટોનિક પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2023 11:19 AM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK