Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જિરાફે પોતાના બચ્ચાને સિંહનો શિકાર થતું અટકાવ્યું

જિરાફે પોતાના બચ્ચાને સિંહનો શિકાર થતું અટકાવ્યું

14 March, 2023 11:34 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેની ક્લિપ વાઇરલ થઈ છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

Offbeat

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


એક માતા પોતાના સંતાન માટે કંઈ પણ કરી શકે છે, ભલે પછી એ માતા કોઈ મનુષ્યની હોય કે જિરાફની. કુદરતે એનામાં એ લાગણી મૂકી જ છે. આવું જ એક દૃશ્ય તાજેતરમાં આફ્રિકાના જંગલમાં જોવા મળ્યું હતું, જેની ક્લિપ વાઇરલ થઈ છે. વિડિયોમાં જિરાફનું એક બચ્ચું જોવા મળે છે. અચાનક એક સિંહ ત્યાં આવે છે. બચ્ચું શરૂઆતમાં બચવાનો પ્રયાસ કરે છે, પણ આખરે હારી જાય છે. અચાનક ત્યાં માદા જિરાફ દોડી આવે છે જેને જોઈને સિંહ પોતાનો શિકાર ત્યાં જ મૂકીને જીવ બચાવવા નાસી છૂટે છે. માતાનું આ પરાક્રમ વિડિયોમાં કેદ થઈ ગયું છે. જિરાફ દોડીને પોતાના બચ્ચાને મોતના મુખમાંથી ઉગારી લે છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2023 11:34 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK