મીણબત્તી સળગી જાય એ પછી તે કાચને પાડી દે છે જેથી મીણબત્તીને સળગવા માટે પૂરતી હવા મળી રહે છે.
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર તરેહતરેહના કીમિયા ધરાવતા અનેક વિડિયો જોવા મળે છે. જોકે એક જણે એવો કીમિયો લડાવ્યો છે કે આપણે આફરીન પોકારી જઈએ. વિડિયોમાં જોવા મળે છે કે એક માણસના ટૂ-વ્હીલરમાં હેડલાઇટ નથી. તેણે લાઇટની જગ્યાએ મીણબત્તી ગોઠવી દીધી છે. એની આગળ કાચ ગોઠવ્યો છે જેથી હવા અંદર જઈ ન શકે. ટૂ-વ્હીલર સ્ટાર્ટ કરતાં પહેલાં આ માણસ કાચ ઉઠાવીને મીણબત્તી સળગાવે છે. મીણબત્તી સળગી જાય એ પછી તે કાચને પાડી દે છે જેથી મીણબત્તીને સળગવા માટે પૂરતી હવા મળી રહે છે.

