સેલિબ્રેશનમાં બીજું કોઈ ક્રાઉડ નહોતું. માત્ર મહિલા અને તેનો પેટ ડૉગ હતાં. ગ્રૅન્ડમા તરીકે જાણીતી આ મહિલા અને તેનો ડૉગ બન્ને આ ક્ષણને ભરપૂર એન્જૉય કરી રહ્યાં હતાં.
મહિલાએ પેટ ડૉગનો બર્થ-ડે કૅન્ડલ લાઇટમાં કેક કાપીને ઊજવ્યો
વડીલોના કમ્પેનિયન તરીકે ડૉગીઝ રાખવાનું ચલણ હવે દુનિયાભરમાં વધી રહ્યું છે. જોકે જે ચીનાઓ ડૉગ્સને મારીને ખાવા માટે જાણીતા છે ત્યાં કોઈ પેટ ડૉગને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપે એવું ભાગ્યે જ જોવા મળે. ચીનના એક પાર્કમાં સાંજ ઢળી ગયા પછી એક વયસ્ક મહિલા કૅન્ડલ લાઇટના અજવાળે પોતાના પાળેલા ડૉગનો બર્થ-ડે ઊજવી રહી હોય એવી વિડિયો-ક્લિપ વાઇરલ થઈ છે. મહિલા તાળી પાડીને બર્થ-ડે સૉન્ગ ગાય છે અને ડૉગી તેની સામે અચરજથી જુએ છે. આ સેલિબ્રેશનમાં બીજું કોઈ ક્રાઉડ નહોતું. માત્ર મહિલા અને તેનો પેટ ડૉગ હતાં. ગ્રૅન્ડમા તરીકે જાણીતી આ મહિલા અને તેનો ડૉગ બન્ને આ ક્ષણને ભરપૂર એન્જૉય કરી રહ્યાં હતાં.
આ પહેલાં એક મહિલાએ તેના ૧૦ ડૉગીની હાજરીમાં એક ડૉગીનો બર્થ-ડે મનાવ્યો હતો.


