વેઇટ્રેસને આ સર્વિસના બદલામાં ૩૦૦ યેન (૧૭૦.૦૧ રૂપિયા) મળે છે. આ વેઇટ્રેસના હાથે તમાચો એટલો જોરદાર પડે છે કે કેટલાક કસ્ટમર્સ તો ખુરસી પરથી પડી જાય છે.
Offbeat
શચિહોકો-યા રેસ્ટોરાં
રેસ્ટોરાંમાં આપણે બધા સ્વાભાવિક રીતે રિલૅક્સ થઈને ફૂડ એન્જૉય કરવા જઈએ છીએ, પરંતુ જપાનની એક રેસ્ટોરાંમાં લોકો ફૂડની સાથે તેના સ્ટાફના હાથે તમાચો ખાવા માટે પણ રૂપિયા ચૂકવે છે. જપાનના નાગોયા સિટીમાંના લોકોમાં આ રેસ્ટોરાંનું આકર્ષણ છે, જ્યાં ફીમેલ સ્ટાફ વિચિત્ર એક્સ્પીરિયન્સ સર્વ કરે છે. વેઇટ્રેસને આ સર્વિસના બદલામાં ૩૦૦ યેન (૧૭૦.૦૧ રૂપિયા) મળે છે. આ વેઇટ્રેસના હાથે તમાચો એટલો જોરદાર પડે છે કે કેટલાક કસ્ટમર્સ તો ખુરસી પરથી પડી જાય છે. શચિહોકો-યા નામની આ રેસ્ટોરાં ૨૦૧૨માં શરૂ થઈ હતી, પરંતુ કસ્ટમર્સ ઓછા આવવાના કારણે એ બંધ થવા જઈ રહી હતી. એવા સમયે સ્ટાફે આ વિચિત્ર ગિમિકનો નિર્ણય કર્યો. સ્ટાફના હાથે કસ્ટમર્સને તમાચાનો ગિમિક કામ કરી ગયો અને ત્યારથી આ રેસ્ટોરાં ધમધમવા માંડી છે. બલકે આ આઇડિયા એટલો સુપરહિટ નીવડ્યો છે કે રેસ્ટોરાંના મૅનેજરે ભોજન પહેલાં તમાચો ખાવા માટેની ખૂબ ડિમાન્ડને પહોંચી વળવા માટે વધુ ફીમેલ સ્ટાફને હાયર કરવો પડ્યો. પુરુષો, મહિલાઓ અને ફૉરેનર્સ પણ આ એક્સ્પીરિયન્સને એન્જૉય કરે છે.