કૅલિફૉર્નિયામાં આવેલા રૅપ્ટાઇલ ઝૂમાં એક દુર્લભ સફેદ રંગનો કોકોનટ નામનો મગર છે એ બહુ મોજીલો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
મગર તો ખૂંખાર હોય અને જો એનું મગજ ફરે તો ભલભલાને ચાવી નાખે. જોકે કૅલિફૉર્નિયામાં આવેલા રૅપ્ટાઇલ ઝૂમાં એક દુર્લભ સફેદ રંગનો કોકોનટ નામનો મગર છે એ બહુ મોજીલો છે. ઝૂનો માલિક જે બ્રુઅર આ સંગ્રહાલયમાં રહેલા તમામ રૅપ્ટાઇલ્સની પર્સનલી કાળજી લે છે. અવારનવાર તે ઝૂનાં કાચિંડા, મગર, અજગર, ઇગ્વાના અને અન્ય પ્રાણીઓના વિડિયો મૂકતો હોય છે. તાજેતરમાં તેણે કોકોનટની સ્પા ટ્રીટમેન્ટનો વિડિયો મૂક્યો છે. કોકોનટને હાથમાં લઈને પીઠ પર સ્પા ઑઇલ લઈને બ્રશથી મસાજ કરવામાં આવે ત્યારે મોં ખોલીને એ એવડું મોટું સ્મિત આપે છે કે એ ખૂંખાર મગર છે એ પણ તમે ભૂલી જાઓ.

