Viral Post: પોતાના બૉસની અપમાનજનક ભાષાથી કંટાળીને એક વ્યક્તિએ કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર નોકરી છોડી દીધી હતી.
કાર્યસ્થળ પર થતી રકઝક માટેની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- Reddit પર આ કિસ્સો સામે આવ્યો હતો
- વ્યક્તિએ મેઈલનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો
- આ ઘટના પરથી માલિકનું ઝેરભર્યું વર્તન સામે આવ્યું છે
Viral Post: માણસ એક એમ્પ્લોયી તરીકે જે તે કંપનીમાં તેના બોસના હાથ નીચે કામ કરતો હોય છે. ત્યારે કામને લઈને ઘણીવાર વાટાઘાટો થતી હોય છે. પણ જ્યારે બૉસ અને કારીગર બંને વચ્ચે મતભેદોની ભાષા બદલાય ત્યારે લાગણી દુભાતી હોય છે.
તાજેતરમાં જ પોતાના બૉસની અપમાનજનક ભાષાથી કંટાળીને એક વ્યક્તિએ કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર નોકરી છોડી દીધી (Viral Post) હતી. માણસ પોતાની આજીવિકા માટે નોકરી કરતો હોય છે પણ જ્યારે નોકરી પર ન સાંભળવાનું પણ સાંભળવું પડે ત્યારે માણસનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી જતો હોય છે.
ADVERTISEMENT
ક્યાં આ કિસ્સો સામે આવ્યો? શું થયું હતું આખરે?
તમને જણાવી દઈએ કે Reddit પર આ કિસ્સો (Viral Post) સામે આવ્યો હતો. અહીં એક યુઝરે પોતે શા માટે નોકરી છોડી દેવાનું પગલું ભર્યું તેની વાત કતરી હતી. આ કિસ્સો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વ્યક્તિના બોસે તેની સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી ત્યારે તે વ્યક્તિએ તરત જ નોકરી છોડી દીધી હતી અને મેઈલનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર શૅર (Viral Post) કર્યો હતો.
આ વ્યક્તિને તેના બૉસની ઝેર જેવી ભાષાથી ત્રાસ થયો હતો. વળી તેના બૉસ તેને સમયાંતરે આવું બોલ્યા કરતાં હતા. તેથી એક દિવસ તો તેની સહન શક્તિ ખૂટી ગઈ. અને હવે જ્યારે તેના બોસે ફરી એકવાર તેને ન સાંભળવી ગમે એવી ભાષામાં ઠપકો આપ્યો ત્યારે તેનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો હતો. અને તેણે નોકરી છોડવાનું નક્કી કર્યું હતું.
શું કહ્યું આ વ્યક્તિએ? આખરે સોશિયલ મીડિયા પર ઠાલવ્યો બળાપો
વાયરલ પોસ્ટમાંથી સ્ક્રીન શૉટ
આ વ્યક્તિએ પોસ્ટ (Viral Post)માં લખ્યું હતું કે, `હું ઘરેથી કામ કરતો હતો. નવા કોમ્પ્યુટરની ઍક્સેસ મેળવવા માટે મેં મારા બોસને મદદ માટે બોલાવ્યા હતા. પણ તેઓ આનાથી ખુશ નહોતા. કારણ કે મેં મારા ફાજલ સમયમાં કમ્પ્યુટર સેટ કર્યું ન હતું. ત્યારે મારા બોસે મન સૌ પ્રથમ તેને ઠીક કરવા કહ્યું હતું. જ્યારે મેં કહ્યું કે હું આ કામ મફતમાં નથી કરતો ત્યારે તેઓએ મારી પર અપશબ્દોનો વરસાદ વરસાવ્યો હતો. ગયા વખતે પણ તેઓએ મને આ જ રીતે ખરાબ શબ્દો કહ્યા હતા. આ વખતે પણ મને આ અપશબ્દો કહ્યા, ત્યારે તો મેં કંટાળીને કહ્યું કે હું તમારી નોકરી છોડી રહ્યો છું.’
યુઝર્સ દ્વારા તેમના પોતાના કાર્યસ્થળના અનુભવો શૅર કરવામાં આવતા હોય છે. CrazieIrishએ સપોર્ટ ઓફર કરીને Reddit પર આ પોસ્ટે નોંધપાત્ર ધ્યાન મેળવ્યું છે. આ ઘટના પરથી માલિકનું ઝેરભર્યું વર્તન સામે આવ્યું છે.

