ટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ ઑલરેડી ઘણા દેશોમાં શરૂ થઈ ગયો છે. ભારતમાં પણ આ દિશામાં નક્કર યોજના પર કામ ચાલી રહ્યું છે.
હાઇડ્રોજન ટ્રેન
એક સમયે પેટ્રોલ નહીં, પણ પાણીથી વાહન દોડશે એવી કલ્પના કરવામાં આવતી હતી, પણ હવે કલ્પના સાકાર થતી જોવા મળી રહી છે. હા, સાવ પાણીથી નહીં, પણ પાણીમાંથી પેદા કરવામાં આવતા હાઇડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગ કરીને અમેરિકામાં એક ટ્રેન ૨૮૦૩ કિલોમીટર દોડી હતી, એ પણ નૉનસ્ટૉપ. આ રેકૉર્ડને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે માન્યતા આપી હતી. સ્વિટ્ઝરલૅન્ડની રેલવે-કંપનીએ ‘ફ્લર્ટ એચ-2’ નામની ટ્રેન બનાવી હતી. એ કેટલું લાંબું ખેંચી શકે એમ છે એ ચકાસવા માટે અમેરિકામાં પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. ૧૧૬ પૅસેન્જરની ક્ષમતા ધરાવતી આ ટ્રેન કોલોરાડોથી રવાના થઈ હતી અને કોઈ પણ જગ્યાએ રોકાયા વિના સતત ૪૬ કલાક દોડતી રહી હતી. પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ ઑલરેડી ઘણા દેશોમાં શરૂ થઈ ગયો છે. ભારતમાં પણ આ દિશામાં નક્કર યોજના પર કામ ચાલી રહ્યું છે.

