આમાંનો એક સિક્કો લગભગ ૧૬ લાખ રૂપિયામાં તો બીજો સિક્કો ૩.૧૨ કરોડ રૂપિયામાં એક લિલામીમાં વેચાયો હતો.
પ્રતીકાત્મક તસવીર
ખેતરમાં ફરતાં-ફરતાં અચાનક સોના-ચાંદીના સિક્કા સાથેનો ખજાનો હાથ લાગી જાય તો કેવું લાગે? આવું જ બન્યું એક જણ સાથે. તેને આવો જ ખજાનો મળ્યો હતો. પહેલાં તો તે આને સામાન્ય સિક્કા સમજતો હતો, પરંતુ બાદમાં ખબર પડી કે આ જ સિક્કાઓ તેને કરોડપતિ બનાવી દેશે. એક અહેવાલ મુજબ પ્રોસ્પેક્ટર નામના એક માણસે ટિકટૉક પર વિડિયો શૅર કરીને બતાવ્યું તો લોકો હેરાન થઈ ગયા. પ્રોસ્પેક્ટરને આમ તો આવા જૂના ખજાના શોધવાનો શોખ પણ તેને આવી લૉટરી ક્યારેય નહોતી લાગી. ટક મેટલ ડિટેક્ટરનો શોખ છે. તે નિયમિતપણે ખજાનો શોધતો રહે છે. ઘણી વખત તેને અનોખી ધાતુઓ મળી ચૂકી છે. પણ આ વખતે તે માલામાલ થઈ ગયો. એક ખેતરમાં તેને બે સિક્કા મળ્યા. પહેલાં લાગ્યું કે આ સામાન્ય સિક્કા છે, જે અમેરિકન કૉઇન જેવા દેખાતા હતા. પણ તપાસ કરી તો તેને પોતાને પણ વિશ્વાસ ન થયો કે આની કિંમત આટલી વધુ હોઈ શકે. આમાંનો એક સિક્કો લગભગ ૧૬ લાખ રૂપિયામાં તો બીજો સિક્કો ૩.૧૨ કરોડ રૂપિયામાં એક લિલામીમાં વેચાયો હતો. આને કહેવાય નસીબ!

