૩૨ વર્ષની મહિલાએ આ ઘટના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લખ્યું કે અમે એક જ જગ્યાએ હતાં, પણ એકબીજાના અસ્તિત્વ વિશે અજાણ હતાં
Offbeat
પ્રતીકાત્મક તસવીર
મલેશિયા મૂળની એક કન્ટેન્ટ ક્રીએટરને પોતાનો જૂનો સેલ્ફી જોઈને જોરદાર આંચકો લાગ્યો હતો. આ સેલ્ફીમાં તે પોતાને નહીં, પણ બૅકગ્રાઉન્ડમાં દેખાયેલા તેના પતિને જોઈને ચોંકી ગઈ હતી. આ સેલ્ફી પતિ-પત્ની એકમેકને મળ્યાં એનાં બે વર્ષ પહેલાં લેવામાં આવ્યો હતો. જેન ચિયા તેના પતિ જૉન લિડેલને ૨૦૧૪માં મળી હતી, પરંતુ તેઓ મળ્યાં એનાં બે વર્ષ પહેલાં જેનના સેલ્ફીમાં જૉન કૅપ્ચર થઈ ગયો હતો. મહિલાએ ૨૦૧૨માં એક થિયેટર કૅફેમાં આ સેલ્ફી લીધો હતો, જેમાં બૅકગ્રાઉન્ડમાં તેનો પતિ લાઇનમાં ઊભેલો જોવા મળ્યો હતો. ૩૨ વર્ષની મહિલાએ આ ઘટના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લખ્યું કે અમે એક જ જગ્યાએ હતાં, પણ એકબીજાના અસ્તિત્વ વિશે અજાણ હતાં. અમે યોગ્ય સમયે મળ્યાં, કેમ કે ત્યારે હું નાર્સિસ્ટિક મૉન્સ્ટર હતી અને પછી મારામાં સમજણ આવી હતી.