ભાઈ બહાર આવીને એવું બોલ્યા કે મને રિઝલ્ટની કોઈ ચિંતા નથી, પણ ઘરની પાછળ જે ૭૫ ભેંસને ચરાવવા મૂકી છે એની ચિંતા છે.
Offbeat
પ્રતીકાત્મક તસવીર
એક સમયે પરીક્ષામાં થતા છબરડાને લઈ બિહાર બોર્ડ પૂરા દેશમાં બદનામ હતું. પૈસાથી બિહાર બોર્ડની પરીક્ષા પાસ થતી હતી ત્યારે એક્ઝામ સેન્ટર પર હદથી વધુ ચીટિંગ થતી હતી. આજે જ્યારે બિહારની પરીક્ષા પૅટર્નમાં ફેરફાર કરવામાં આવતાં ચીટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ચહેરા પર સાફ રીતે ભય જોઈ શકાય છે. જોકે કેટલાક વિદ્યાર્થી માત્ર મોજમસ્તી માટે પણ પરીક્ષા આપતા હોય છે. એક વિદ્યાર્થી બિહાર બોર્ડની બારમાની પરીક્ષા આપીને સેન્ટરની બહાર નીકળીને જે બોલ્યો એ સાંભળી ભલભલાને હસવું આવી જાય. ભાઈ બહાર આવીને એવું બોલ્યા કે મને રિઝલ્ટની કોઈ ચિંતા નથી, પણ ઘરની પાછળ જે ૭૫ ભેંસને ચરાવવા મૂકી છે એની ચિંતા છે. છેને ભેંસ ભરોસે પરીક્ષા...