ઑક્ટોપસની નજીક ગયા પછી પણ ઑક્ટોપસ એકદમ સ્થિર અને શાંત રહે છે
Offbeat
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયાના વિડિયો બનાવવા માટે લોકો કોઈ પણ હદે જાય છે અને જાતજાતનાં સાહસ પણ કરતા હોય છે. આમ કરતાં ઘણા લોકોને ઈજા પણ થાય છે અને બીજું નુકસાન પણ થાય છે. એક સ્ત્રી, જેને વાઇલ્ડ લાઇફમાં ખાસ રસ નહોતો અને એવો અનુભવ નહોતો તેણે ઑક્ટોપસ સાથે વિડિયો બનાવવાનું નક્કી કર્યું. તેના અનુભવનો એક વિડિયો બહુ વાઇરલ થયો છે. આ વિડિયોમાં સ્ત્રી તરતાં-તરતાં ઑક્ટોપસની નજીક જાય છે. ઑક્ટોપસની નજીક ગયા પછી પણ ઑક્ટોપસ એકદમ સ્થિર અને શાંત રહે છે. આને કારણે બહુ જ સુંદર દૃશ્ય લોકોને જોવા મળે છે. આ વિડિયોને બહુ આકર્ષક કૅપ્શન આપવામાં આવી છે, ‘શું તમને ખબર છે કે ઑક્ટોપસને ત્રણ હૃદય અને નવ મગજ હોય છે અને એનું લોહી બ્લુ રંગનું હોય છે?’ ઑક્ટોપસવાળો આ વિડિયો બહુ લોકપ્રિય બન્યો છે અને એને ત્રણ લાખ જેટલા વ્યુઝ અને ૧૫,૦૦૦ લાઇક મળી છે.
ઝાંઝીબાર નામના એક બ્લૉગરે ઑક્ટોપસવાળો વિડિયો શૅર કરીને એ સ્ત્રીને અભિનંદન આપતાં લખ્યું છે કે ‘આવા એક અમેઝિંગ ઍનિમલ સાથે તેં વિડિયો બનાવ્યો એ ખરેખર તારું સદનસીબ છે.’