મોહમ્મદ જમશેદ નામના એક યુઝરે રવિવારે ટ્વિટર પર આ શૉર્ટ ક્લિપ શૅર કરી હતી
‘ઊડતી સાઇકલ’ પર કામ કરી રહેલા ગ્રુપનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ
‘ઊડતી સાઇકલ’ પર કામ કરી રહેલા ગ્રુપનો એક વિડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. મોહમ્મદ જમશેદ નામના એક યુઝરે રવિવારે ટ્વિટર પર આ શૉર્ટ ક્લિપ શૅર કરી હતી, જેમાં પ્લેન જેવી પાંખની સાથે કનેક્ટેડ ટ્રાન્સપરન્ટ બૉક્સની અંદર સાઇકલ ચલાવીને એક વ્યક્તિ એને ઉડાડવાની કોશિશ કરતો જોવા મળ્યો હતો. જમશેદે લખ્યું કે ‘આ વ્યક્તિએ સાઇકલ ચલાવીને પ્લેન ઉડાડવાની કોશિશ કરી.’
આ શૉર્ટ ક્લિપમાં ટ્રાન્સપરન્ટ અને ચોરસ બૉક્સ જોવા મળ્યું હતું. જેની સાથે પ્લેન જેવી પાંખ અને ફૅન જોડાયેલાં હતાં. આ બૉક્સમાં બેસીને વ્યક્તિ સાઇકલ ચલાવતો જોવા મળ્યો. આ કામચલાઉ એવિયેશન મશીન સાથે એક વ્યક્તિ દોડતો જોવા મળ્યો હતો. થોડી સેકન્ડમાં મશીન ઊડવા માંડે છે, પણ પછી એ તરત જમીન પર આવી જાય છે.


