સોશ્યલ મીડિયામાં જાણે કૃષ્ણ ભગવાનનો સમય એટલે કે દ્વાપર યુગ આવી ગયો છે એવી ભાવના વ્યક્ત કરી હતી.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા કંઈ હંમેશાં નકારાત્મક ચીજો જ પ્રસારે છે એવું નથી. તાજેતરમાં @cowsblike ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર એક ગાય અને મોર વચ્ચેની દોસ્તીનો વિડિયો શૅર થયો છે. આખો વિડિયો ખરેખર આંખને ટાઢક આપે એવો છે. એક ખેતર જેવી જગ્યાએ બે ગાયોની સામે એક મોર કળા કરીને પાંખ ફેલાવીને થનગનાટ કરે છે. એ જોઈને ગાય એને ચીડવવા માટે મોરની નજીક જાય છે. બન્ને વચ્ચે મજાકમસ્તીભર્યો પકડદાવ રમાતો હોય એવું જોવા મળે છે. ગાય પાછળ આવે એટલે મોર પીંછાં સમેટીને આગળ ભાગી જાય છે. ગાય ઊભી રહી જાય તો પાછો મોર એની નજીક જઈને ફરી એને સમેટે છે. કામધેનુ અને મોર વચ્ચેની આવી દોસ્તી જોઈને અનેક લોકોએ સોશ્યલ મીડિયામાં જાણે કૃષ્ણ ભગવાનનો સમય એટલે કે દ્વાપર યુગ આવી ગયો છે એવી ભાવના વ્યક્ત કરી હતી.


