આ રેસ્ટોરાંમાં આવતા દરેક કસ્ટમરને ‘પેશન્ટ’ કહેવામાં આવે છે

આ રેસ્ટોરાંમાં ૧૫૮.૭૫ કિલોથી વધુ વજન ધરાવતા લોકોને મળે છે ફ્રીમાં ફૂડ
અમેરિકાના લાસ વેગસમાં ધ હાર્ટ-અટૅક ગ્રિલ નામની રેસ્ટોરાં અત્યારે ચર્ચામાં છે કેમ કે એ ઓવરવેઇટ લોકોને ફ્રી ફૂડ ઑફર કરી રહી છે. હૉસ્પિટલ થીમની આ રેસ્ટોરાંની બહાર કસ્ટમર્સ લાઇનમાં ઊભા રહીને ચેક કરે છે કે તેઓ ફ્રી ફૂડ મેળવવાને પાત્ર છે કે નહીં. આ રેસ્ટોરાંમાં આવતા દરેક કસ્ટમરને ‘પેશન્ટ’ કહેવામાં આવે છે. તેમની ડિશિસમાં સિંગલ બાયપાસ બર્ગર, ઓક્ટુપલ બાયપાસ બર્ગર, ફ્લૅટલાઇનર ફ્રાઇસ અને બટરફૅટ મિલ્કશેક્સ સામેલ છે. આ રેસ્ટોરાંમાં જો વ્યક્તિનું વજન ૧૫૮.૭૫ કિલોથી વધારે હોય તો તેને ફ્રીમાં ફૂડ મળે છે. મેદસ્વી લોકોને ફ્રીમાં ફૂડ ઑફર કરવા બદલ અનેક લોકોએ આ રેસ્ટોરાંની ટીકા પણ કરી છે, કેમ કે એવી સ્થિતિમાં ફૅટ લોકો ફ્રીના ચક્કરમાં વધારે જમે અને એના લીધે તેમનું વજન વધતાં તેમનું આરોગ્ય વધારે જોખમાય.

