આ વિડિયોમાં જોવા મળે છે કે પોલીસ-ઑફિસર સરપ્રાઇઝ સેટઅપ કરે છે અને પુરુષને અરેસ્ટ કરી લે છે. ત્યાર બાદ અચાનક માહોલ રોમૅન્ટિક થઈ જાય છે. ૨૨ નવેમ્બરે ઇઉ ક્લેર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બે મિનિટની ક્લિપ શૅર કરવામાં આવી છે.
પોલીસ દ્વારા પ્રોપોસલ માં મદદ
મૅરેજ પ્રપોઝલ હંમેશાં સ્પેશ્યલ હોય છે. કેટલાક લોકો તેમના પાર્ટનર માટે એક્સ્ટ્રા એફર્ટ લગાવી દેતા હોય છે, જેથી એ દિવસને યાદગાર બનાવી શકાય. એ રીતે અમેરિકાના એક પુરુષે તેની ગર્લફ્રેન્ડને સરપ્રાઇઝ કરવા બે પોલીસ-કર્મચારીની મદદ લીધી હતી, જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
આ વિડિયોમાં જોવા મળે છે કે પોલીસ-ઑફિસર સરપ્રાઇઝ સેટઅપ કરે છે અને પુરુષને અરેસ્ટ કરી લે છે. ત્યાર બાદ અચાનક માહોલ રોમૅન્ટિક થઈ જાય છે. ૨૨ નવેમ્બરે ઇઉ ક્લેર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બે મિનિટની ક્લિપ શૅર કરવામાં આવી છે. કૅપ્શનમાં લખાયું છે કે ‘તમે ક્યારેય જાણતા ન હો કે ટ્રાફિક સ્ટૉપ પર શું થવાનું છે?’ વિડિયોની શરૂઆતમાં પોલીસ ઑફિસર ડ્રાઇવર પાસે જાય છે અને કારની બહાર નીકળવા કહે છે. અન્ય ઑફિસર તેની ગર્લફ્રેન્ડને વાતોમાં વ્યસ્ત રાખે છે ત્યારે બીજો ઑફિસર પેલા પુરુષને અરેસ્ટ કરવાનું નાટક કરે છે. મહિલા અન્ય ઑફિસરને પૂછે છે કે ‘આ શું થઈ રહ્યું છે?’ જોકે એ મહિલા સરપ્રાઇઝથી બિલકુલ અજાણ છે. બાદમાં અચાનક પુરુષ પોતાના ઘૂંટણ પર બેસીને તેને પ્રપોઝ કરતો જોવા મળે છે. બધું સમજાઈ જતાં મહિલા સ્માઇલ કરીને જવાબ આપે છે, ‘હા...’ અંતે આ કપલ બન્ને પોલીસ ઑફિસરને તેમની સ્પેશ્યલ મોમેન્ટ બદલ આભાર માને છે.


