મેક્સિકોમાં બે એલિયન એટલે કે પરગ્રહવાસીઓની ડેડ-બૉડી મળી છે
Offbeat
બે એલિયનની ડેડ-બૉડી
પૃથ્વી સિવાયના ગ્રહો પર પણ શું અન્ય કોઈ જીવ વસે છે? વર્ષોથી આ એક પ્રકારનો કુતૂહલનો વિષય રહ્યો છે. મેક્સિકોના વૈજ્ઞાનિકો દ્વારા આ કોયડાના ઉકેલનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલાક રિપોર્ટ મુજબ મેક્સિકોમાં બે એલિયન એટલે કે પરગ્રહવાસીઓની ડેડ-બૉડી મળી છે.
ADVERTISEMENT
હાલ મેક્સિકોમાં એક બેઠક ચાલી રહી હતી ત્યારે બે માનવનાં ન હોય એવાં ૧૦૦૦ વર્ષ જૂના કંકાલને પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. આ પરગ્રહવાસીઓનાં હાડપિંજર ૧૦૦૦ વર્ષ જૂનાં છે, જેને પેરુના ક્યુસકોમાં શોધી કાઢવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મેક્સિકો કૉન્ગ્રેસની બેઠકના યજમાન પત્રકારો અને ઘણાં વર્ષોથી પરગ્રહવાસીઓ વિશે સંશોધન કરનાર જૈમી મૌસાન તેમ જ વૈજ્ઞાનિકો હતો. મૌસાને કૉન્ગ્રેસને કહ્યું કે બન્ને હાડપિંજરના ડીએનએ પણ લેવામાં આવ્યા હતા, જેમાં ૩૦ ટકા ડીએનએ વિશે ખબર પડતી નથી. વળી એક્સ-રે જોતાં એક હાડપિંજરની અંદર ઈંડાં મળી આવ્યાં છે અને સાથોસાથ ભાગ્યે જ મળતી ધાતુ પણ છે. આમ સમગ્ર બ્રહ્માંડમાં આપણે એકલા જ એવા નથી જ્યાં જીવ હોય, આપણે આ વાતનો સ્વીકાર કરવો જોઈએ.