તાજેતરમાં ટ્વિટર પર એક મહિલાએ બિહારની પ્રખ્યાત વાનગી લિટ્ટી ચોખા ઘરે બનાવવાની કોશિશ કર્યા બાદ લિટ્ટીનો ફોટો ટ્વિટર પર શૅર કર્યો હતો, જેના પર નેટિઝન્સે પોતાની પ્રતિક્રિયા આપી છે

આ લિટ્ટી છે કે આગનો ગોળો?
ફૂડી વ્યક્તિ લગભગ દરેક પ્રાંતની વરાઇટી વિશે માહિતી ધરાવતા હોય છે. ઘણા તો ઘરે એ બનાવવાની કોશિશ કરતા હોય છે. તાજેતરમાં ટ્વિટર પર એક મહિલાએ બિહારની પ્રખ્યાત વાનગી લિટ્ટી ચોખા ઘરે બનાવવાની કોશિશ કર્યા બાદ લિટ્ટીનો ફોટો ટ્વિટર પર શૅર કર્યો હતો, જેના પર નેટિઝન્સે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ટ્વિટર પર શૅર કરાયેલા લિટ્ટીના ફોટોમાં દેખાતા આગના તણખા પરથી જણાતું હતું કે રસોડાના ટૉવેલ પર રાખવામાં આવેલી લિટ્ટીમાં અંદરથી આગ હજી બાકી છે અને એ ઠંડી થઈ નથી. મહિલાએ કૅપ્શનમાં લખ્યું હતું, ‘પહેલી વાર ઘરે લિટ્ટી ચોખા બનાવવાની કોશિશ કરી.’
મહિલાના ફોટો પર નેટિઝન્સે પોતાની રમૂજી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
કેટલાકે લિટ્ટીને સૂર્ય અને મંગળ સાથે સરખાવી છે, તો કોઈકે વળી લખ્યું છે કે આ લિટ્ટી છે કે મંગળ ગ્રહનો ટુકડો? એક જણે કમેન્ટમાં લખ્યું છે કે નજીકથી જોઈએ તો એ સૂરજ જેવું લાગી રહ્યું છે.