ટ્રક આગળ વધતાં જ તેઓ સામાન લેવા માટે બાઇક ધીમી કરે છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મધ્ય પ્રદેશમાં ત્રણ બાઇકસવારો ચાલતી ટ્રકમાંથી સામાનની ચોરી કરતા હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ દિલધડક ચોરીનો વિડિયો જોઈને લોકોને હિન્દી ફિલ્મના કોઈ દૃશ્યની યાદ આવી ગઈ હતી. આગ્રા-મુંબઈ હાઇવેના દેવાસ-શાજાપુર રૂટ પર બનેલી ઘટનાને એક વ્યક્તિએ કારમાંથી રેકૉર્ડ કરી હતી. ઝૂમ થયેલા વિડિયોમાં દેખાય છે કે ત્રણમાંથી એક ચોર ટ્રકથી થોડું અંતર રાખીને બાઇક ચલાવે છે તો બાકીના બે જણ ટ્રક ઉપર ચડી જાય છે અને તાડપત્રી તોડીને એમાંથી સામાન ફેંકે છે. સામાનથી ભરેલું બૉક્સ રસ્તા પર પટકાયા બાદ ગણતરીની સેકન્ડમાં જ આ બન્ને ચોર પાછળ આવતી બાઇક પર બેસી જાય છે. ટ્રક આગળ વધતાં જ તેઓ સામાન લેવા માટે બાઇક ધીમી કરે છે. બે જણ સામાનથી લદાયેલી ટ્રકની ટોચ પર કેવી રીતે પહોંચ્યા એ તો વિડિયોમાં રેકૉર્ડ નથી થયું, પણ ટ્રકની ઊંચાઈ જોઈને આ વિશે આશ્ચર્ય જરૂર થાય.

