અમીર બનવા માટે કંઈક હટકે વિચારવું પડે. એક મહિલાએ એમ જ કર્યું છે અને તે ખાસ્સી કમાણી કરી રહી છે. તે આઇટી, ફાઇનૅન્સ કે અન્ય કોઈ એવા સેક્ટરમાં નથી, બલકે પુરુષોનું અપમાન કરીને રૂપિયા કમાય છે.

પુરુષોનું અપમાન કરીને કમાણી કરે છે આ મહિલા
અમીર બનવા માટે કંઈક હટકે વિચારવું પડે. એક મહિલાએ એમ જ કર્યું છે અને તે ખાસ્સી કમાણી કરી રહી છે. તે આઇટી, ફાઇનૅન્સ કે અન્ય કોઈ એવા સેક્ટરમાં નથી, બલકે પુરુષોનું અપમાન કરીને રૂપિયા કમાય છે. લૉસ ઍન્જલસમાં રહેતી ૨૭ વર્ષની મૉડલ ગિગી ગ્રેએ કોરોનાની મહામારી દરમ્યાન લૉકડાઉનમાં ઍડલ્ટ સબસ્ક્રિપ્શન સાઇટ ઑન્લીફૅન્સ જૉઇન કરી હતી, જેના પર કન્ટેન્ટ ક્રીએટર ઍડલ્ટ ફોટોગ્રાફ્સ અને વિડિયો પોસ્ટ કરે છે અને સબસ્ક્રાઇબર્સ પાસેથી તે ફી મેળવે છે.
ગિગીએ તેના ઍડલ્ટ વર્કને અલગ ઍન્ગલ આપ્યો છે. તેણે જણાવ્યું કે તે પુરુષોનું અપમાન કરતું કન્ટેન્ટ ક્રીએટ કરીને વધારે રૂપિયા કમાય છે. તે મોટા ભાગે કટાક્ષ કરતા અને અપમાન કરતા વિડિયો બનાવે છે. તે પુરુષોને કહે છે કે તમને ક્યારેય કોઈ છોકરી નહીં મળે, કેમ કે તમે તેને માટે યોગ્ય જ નથી. હવે તો ગિગીને ડિમાન્ડ કરવામાં આવે છે કે તે ખૂબ ગુસ્સાવાળા વિડિયો બનાવે.