યુકેના રેડલેટમાં આવેલા બૅગલ્સ ઍન્ડ શ્મિયર નામની આ બેકરીએ ઇન્સ્ટાગ્રામ પર એની ક્લિપ શૅર કરી છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
યુકેની એક બેકરી એના ગ્રાહકોને ફ્રીમાં બૅગલ્સ (બ્રેડ રોલ) ઑફર કરી છે, પણ આને માટે એણે એક શરત રાખી છે, જેમાં ઑફરનો લાભ લેવા ઇચ્છતા લોકોએ કઢંગો કે હાસ્યાસ્પદ ગણાય એવો ડાન્સ કરવો પડે.
યુકેના રેડલેટમાં આવેલા બૅગલ્સ ઍન્ડ શ્મિયર નામની આ બેકરીએ ઇન્સ્ટાગ્રામ પર એની ક્લિપ શૅર કરી છે. વિડિયો-ક્લિપમાં સૌપ્રથમ બેકરીએ દરવાજા પર મૂકેલું બોર્ડ દેખાય છે, જે વાંચીને અનેક ગ્રાહકોએ તેમનાં ડાન્સિંગ-શૂઝ પહેરીને બેકરીના માલિક સામે મજાનો હાસ્યપ્રદ ડાન્સ કર્યો છે. કૅપ્શનના અંતે બેકરીના માલિકે બધાનો આભાર માન્યો છે.
યુકેની બેકરીના આ નવા ખ્યાલે ઇન્ટરનેટ પર લોકોને આકર્ષિત કર્યા છે. અત્યાર સુધી આ વિડિયોને ૪૪,૩૦૦ વ્યુઝ અને ૨૧૦૦ લાઇક્સ મળી છે.