ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા ટ્વિટર પર અવારનવાર તેમના ફૉલોઅર્સ માટે રસપ્રદ વિડિયો પોસ્ટ કરતા રહે છે.

ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ્સ સ્વીકારે છે આ ચાવાળો
ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા ટ્વિટર પર અવારનવાર તેમના ફૉલોઅર્સ માટે રસપ્રદ વિડિયો પોસ્ટ કરતા રહે છે. હાલમાં તેમણે એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બૅન્ગલોરનો એક નાનકડો ટી-સ્ટૉલ ધરાવતો યુવક પોતાના વ્યવસાયમાં મૉડર્ન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ સ્વીકારે છે.
આ ટી-સ્ટૉલના માલિકનો ફોટો ગુરુવારે ટ્વિટર પર પોસ્ટ કરતાં તેમણે કૅપ્શન આપી હતી, ‘આ છે નવું ભારત’. તેમની આ પોસ્ટને અસંખ્ય લાઇક્સ અને કમેન્ટ્સ
મળી છે.
નેટિઝન્સે તેમની પોસ્ટ પર તરત પ્રતિક્રિયા આપતાં એક યુઝરે લખ્યું કે વધુ એક ચાવાળો જે સમયની સાથે આગળ વધવામાં માને છે.
આ ટી-સ્ટૉલના માલિકની ઓળખ શુભમ સૈની તરીકે થઈ છે, જે ‘ફ્રસ્ટ્રેટેડ ડ્રૉપઆઉટ’ નામે પોતાનો ટી-સ્ટૉલ ચલાવે છે. હર્ષ ગોએન્કાની પોસ્ટનો જવાબ વાળતાં તેણે તેમનો આભાર માનતાં કહ્યું કે ‘મારા નાના સાહસની મદદથી આપણે સાથે મળીને ચોક્કસ નવા ભારતનું સપનું સાકાર કરીશું.’ સત્તાવાર વેબસાઇટ અનુસાર શુભમ સૈની ક્રિપ્ટો ટ્રેડર છે, જેણે બૅચલર્સ-ઇન-કમ્પ્યુટર ઍપ્લિકેશન્સ કોર્સનો અભ્યાસ છોડ્યા પછી ટી-સ્ટૉલ શરૂ કર્યો હતો.