ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ લઘુ ગ્રહ પૃથ્વીના તમામ લોકોને બનાવી શકે છે અબજોપતિ

આ લઘુ ગ્રહ પૃથ્વીના તમામ લોકોને બનાવી શકે છે અબજોપતિ

24 March, 2023 10:28 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૮૫૨ની ૧૭ માર્ચે ઇટલીના ખગોળશાસ્ત્રી એનીબેલ ડી ગાસ્પારિસે આ ગ્રહની શોધ કરી હતી. આ ગ્રહનું નામ સાઇકી રાખવામાં આવ્યું હતું, જે આત્માની ગ્રીક દેવી છે.

આ લઘુ ગ્રહ પૃથ્વીના તમામ લોકોને બનાવી શકે છે અબજોપતિ Offbeat news

આ લઘુ ગ્રહ પૃથ્વીના તમામ લોકોને બનાવી શકે છે અબજોપતિ

સૌરમંડળના કોઈ વિશાળ પથ્થર કે નાના ગ્રહને આપણે ઍસ્ટેરૉઇડ તરીકે ઓળખીએ છીએ. જોકે આવો એક લઘુ ગ્રહ એટલી બધી કીમતી ધાતુઓથી સમૃદ્ધ છે કે જો આપણે એને પકડીને સમાન રૂપે વહેંચી લઈએ તો આ પૃથ્વી નામના ગ્રહ પર વસતી દરેક વ્યક્તિ અબજોપતિ બની જાય. મંગળ અને ગુરુ વચ્ચે આવેલો એક વિશાળ ધાતુનો આ લઘુ ગ્રહ ૧૬ સાયકી તરીકે ઓળખાય છે. ૧૬ સાઇકી ૨૨૬ કિલોમીટર પહોળો છે, જેમાં ૧૦,૦૦૦ ક્વૉડ્રિલ્યન ડૉલર (એટલે કે ૮,૨૧,૩૮૫  ક્વૉડ્રિલ્યન રૂપિયા)ની કિંમતનું લોખંડ, નિકલ અને સોનું હોઈ શકે છે. એક ક્વૉડ્રિલ્યન એટલે કે ૧ની પાછળ ૧૫ મીંડાં લગાડીએ એટલી રકમ થાય. વૈજ્ઞાનિકો આ ગ્રહની રચના કઈ રીતે થઈ એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાસા સાયકી મિશન નામનો કાર્યક્રમ પણ આ વર્ષે લૉન્ચ કરશે. આ ગ્રહ પૃથ્વી કરતાં સૂર્યથી લગભગ ત્રણ ગણો દૂર છે. એનો સરેરાશ વ્યાસ ૨૨૬ કિલોમીટર છે, જે ચંદ્રના સોળમા ભાગ જેટલો છે. એનું કદ એક નાના શહેર જેટલું અથવા તો નાના દેશ જેટલું છે. આ ગ્રહનો આકાર બટાટા જેવો છે. ૧૮૫૨ની ૧૭ માર્ચે ઇટલીના ખગોળશાસ્ત્રી એનીબેલ ડી ગાસ્પારિસે આ ગ્રહની શોધ કરી હતી. આ ગ્રહનું નામ સાઇકી રાખવામાં આવ્યું હતું, જે આત્માની ગ્રીક દેવી છે.


24 March, 2023 10:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK