સ્ટેન્ટ્રોડ કહેવાતી આ બ્રેઇન-ચિપ પેપર-ક્લિપના કદની હોય છે અને એને મગજના મોટર કોર્ટેક્સમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે
Offbeat
બ્રેઇન ચિપ મેળવનાર વિશ્વની ૧૦મી વ્યક્તિ બની
લૂ ગેરિગ અથવા એએલએસ (એમાયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ) રોગ ધરાવતી ૬૭ વર્ષની એક વ્યક્તિ બ્રેઇન ચિપ મેળવનાર વિશ્વની ૧૦મી વ્યક્તિ બની છે. આ ચિપના ઇમ્પ્લાન્ટથી માર્કને પોતાના મગજથી કમ્પ્યુટરને નિયંત્રિત કરવામાં મદદ મળશે. માર્કને ૨૦૨૦માં એએલએસ નામના ન્યુરોલૉજિકલ રોગનું નિદાન થયું હતું એને કારણે તે થોડા જ સમયમાં પૅરૅલાઇઝ્ડ થઈ ગયો હતો, પણ ગયા ઑગસ્ટમાં સિન્ક્રોન બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ મેળવીને તેનું જીવન બદલાઈ ગયું હતું.
બ્રેઇન-ચિપ મેળવીને માર્ક હવે ફક્ત બીસીઆઇ દ્વારા તેના બ્રેઇનવેવ્સને રીડ કરીને અને એને કમ્પ્યુટર પર ટ્રાન્સલેટ કરીને પોતાના પ્રોવાઇડરને હેલ્થ નોટિફિકેશન કે પેઇન રિપોર્ટ મોકલી શકે છે. તે ટૂંક સમયમાં નેટફ્લિક્સ ચાલુ કરીને અને પરિવાર કે મિત્રોને ટેક્સ્ટ મોકલવા માટે પોતાના વિચારનો ઉપયોગ કરી શકશે.
ADVERTISEMENT
સ્ટેન્ટ્રોડ કહેવાતી આ બ્રેઇન-ચિપ પેપર-ક્લિપના કદની હોય છે અને એને મગજના મોટર કોર્ટેક્સમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, જે શરીરની હિલચાલને નિર્દેશ આપવા માટે સિગ્નલ પેદા કરે છે. એક સેપરેટ ટ્રાન્સમીટર ચેસ્ટ કેવિટીમાં સર્જરીથી દાખલ કરવામાં આવે છે અને એ બીસીઆઇ તરફથી સિગ્નલ મેળવે છે. સિગ્નલ જનરેટ કરવા માટે વ્યક્તિએ કમ્પ્યુટર સાથે કનેક્ટ થવું પડે છે, પરંતુ સંશોધકોને આશા છે કે આ ડિવાઇસ ધીમે-ધીમે વાયરલેસ સિગ્નલ દ્વારા કનેક્ટ થઈ શકશે.