જોકે નજીકથી જોતાં વ્યુઅર એ જાણીને આશ્ચર્યચકિત થઈ જાય છે કે દરેક પોર્ટ્રેટ સેંકડો નાની-નાની વસ્તુઓનું બનેલું છે

આ પોર્ટ્રેટ્સ વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવાયાં છે
ટર્કીના વિઝ્યુઅલ આર્ટિસ્ટ ડેનિસ સેગડિક વેસ્ટ મટીરિયલ્સમાંથી શાનદાર પોર્ટ્રેટ્સ બનાવે છે. દૂરથી તો એ બોલ્ડ સ્ટ્રોક્સ અને કલર્સવાળાં પેઇન્ટિંગ્સ જેવાં જ લાગે છે. જોકે નજીકથી જોતાં વ્યુઅર એ જાણીને આશ્ચર્યચકિત થઈ જાય છે કે દરેક પોર્ટ્રેટ સેંકડો નાની-નાની વસ્તુઓનું બનેલું છે. ડેનિસે ઝિપર્સ, બટન્સ, મ્યુઝિયમની જૂની ટિકિટ, કમ્પ્યુટર પાર્ટ્સ અને ગાર્બેજ બૅગ્સમાંથી આ પોર્ટ્રેટ્સ તૈયાર કર્યાં છે. ડેનિસનું એક્ઝિબિશન અત્યારે ઇસ્તંબુલ ઍરપોર્ટના ઇન્ટરનૅશનલ અને ડોમેસ્ટિક ટર્મિનલ્સ ખાતે યોજાઈ રહ્યું છે.
ડેનિસે બ્રૉડકાસ્ટર ડેવિડ ઍટનબરો અને ઍક્ટર જૉન માલકોવિચ જેવા જાણીતા ચહેરા તેમ જ સામાન્ય લોકોનાં પણ પોર્ટ્રેઇટ્સ તૈયાર કર્યાં છે. તે ઇસ્તંબુલ ઍરપોર્ટ જેવા મોટા ઍરપોર્ટ્સના વેસ્ટ મૅનેજમેન્ટ સેન્ટર્સ પરથી વેસ્ટ મટીરિયલ્સ મેળવે છે. ડેનિસ દિવસો સુધી દરેક મટીરિયલને ઑબ્ઝર્વ અને એક્સપેરિમેન્ટ કરે છે અને એ પછી તે ફાઇનલી શું બનાવવું એ નક્કી કરે છે.