મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના ૨૮ વર્ષના પ્રતીક વિઠ્ઠલ મોહિતે જન્મથી જ વિકલાંગ હતો અને પોતાને સાબિત કરવા તેણે જીવનભર સંઘર્ષ કરવો પડ્યો હતો

વિશ્વના સૌથી ઠીંગણા બૉડી-બિલ્ડરના તેની ડ્રીમ વુમન સાથે લગ્ન
માત્ર ત્રણ ફુટ ચાર ઇંચ (૧૦૨ સેન્ટિમીટર)નું કદ ધરાવતા વિશ્વના સૌથી ઠીંગણા બૉડી-બિલ્ડરે ચાર ફુટ બે ઇંચ (૧૨૭ સેન્ટિમીટર)નું કદ ધરાવતી તેની ડ્રીમ વુમન સાથે લગ્ન કર્યાં. લોકોની મજાકનું પાત્ર બનેલો આ ઠીંગણો હવે ઇન્સ્ટાગ્રામ-સ્ટાર છે.
મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના ૨૮ વર્ષના પ્રતીક વિઠ્ઠલ મોહિતે જન્મથી જ વિકલાંગ હતો અને પોતાને સાબિત કરવા તેણે જીવનભર સંઘર્ષ કરવો પડ્યો હતો. તેના જીવનમાં પણ કોઈ આવી શકે છે એ વિશે પ્રતીક આશાવાદી નહોતો. જોકે પરિવારજનોની શોધખોળ બાદ ચાર વર્ષ પહેલાં તે જયાને મળ્યો, જે પોતે પણ ઠીંગણું કદ ધરાવતી હતી. જોકે એ વખતે પ્રતીક લગ્ન માટે તૈયાર નહોતો. તે પોતાની જીવનસાથીને એ તમામ ભૌતિક સુખ આપવા માગતો હતો જે એક સામાન્ય માનવીનું સ્વપ્ન હોય છે.
ADVERTISEMENT
જયાને મળ્યા પછી પ્રતીકે તનતોડ મહેનત કરી પોતાને વિશ્વના સૌથી ઠીંગણા બૉડી-બિલ્ડર તરીકે સ્થાપિત કરી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન મેળવ્યું. ૫૦ સ્પર્ધામાં ભાગ લીધા બાદ હવે પ્રતીક પર્સનલ ટ્રેઇનર છે.
ઇન્સ્ટાગ્રામ પર બે લાખ ફૉલોઅર્સ ધરાવતા પ્રતીકે ગયા ડિસેમ્બરમાં પોતાના ગ્રોથથી સંતુષ્ટ થઈ લગ્નની તૈયારી દાખવતાં ૧૩ માર્ચે બન્નેએ પરિવારજનો અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં.

