કોઈ પણ પુસ્તકપ્રેમીનું પોતાની પર્સનલ લાઇબ્રેરી વસાવવાનું સપનું હોય છે

અમેરિકન કપલની પર્સનલ લાઇબ્રેરીમાં છે ૩૨,૦૦૦ બુક્સ
બુક-લવર્સ અગણિત બુક્સની દુનિયામાં ખોવાઈ જાય છે. કોઈ પણ પુસ્તકપ્રેમીનું પોતાની પર્સનલ લાઇબ્રેરી વસાવવાનું સપનું હોય છે. આવા લોકો ન ફક્ત બુક્સ વાંચવામાં, પરંતુ એના કલેક્શનમાં પણ રસ ધરાવતા હોય છે. એક અમેરિકન કપલે પણ એક પર્સનલ લાઇબ્રેરી બનાવી છે. તેમની આ લાઇબ્રેરીમાં બુક્સના કલેક્શનના ફોટોગ્રાફ્સ અત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે અને એ નેટિઝન્સને આશ્ચર્યચકિત કરી રહ્યા છે.
અમેરિકન આર્કિયોલૉજિસ્ટ અને ટ્વિટર પર રાઇટર કૅથલિન ઓનીલ ગિયર દ્વારા આ ફોટોગ્રાફ શૅર કરવામાં આવ્યા હતા. આ ફોટોગ્રાફ્સ જોતાં જણાય છે કે આ લાઇબ્રેરીની સારી રીતે સંભાળ લેવામાં આવી રહી છે. તેમણે એની સાથે કૅપ્શનમાં લખ્યું હતું, ‘અમારી પર્સનલ લાઇબ્રેરીમાં લગભગ ૩૨,૦૦૦ બુક્સ છે. હું માનું છું કે અન્ય લોકો કાર અને બોટ ખરીદતા હોય છે.’