સોશ્યલ મીડિયા પર એક સમોસાવાળો એની વાનગીના ટેસ્ટને લીધે નહીં, પણ તેના સ્ટન્ટબાજ કરતબને કારણે ફેમસ છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ભારતના કોઈ પણ શહેરમાં જાઓ તો સમોસાં અને ભજિયાંની લારી તો મળી જ જાય. જોકે સોશ્યલ મીડિયા પર એક સમોસાવાળો એની વાનગીના ટેસ્ટને લીધે નહીં, પણ તેના સ્ટન્ટબાજ કરતબને કારણે ફેમસ છે. @_love_school_ નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વિડિયો શૅર થયો છે જેમાં એક ભાઈ ઊકળતા તેલમાં સમોસાં તળી રહ્યા છે. સમોસાં તૈયાર થઈ જાય એટલે એને બહાર કાઢવા માટે તેલમાં ઝારો નહીં, પણ હાથ બોળીને કાઢે છે. હજી આટલેથી સ્ટન્ટ પૂરો નથી થતો. એક ઢાંકણું લઈને કડાઈમાં નાખે છે અને એમાંથી થોડું તેલ લઈને એનાથી હાથ ધુએ છે અને એ જ તેલથી ચહેરો પણ ધુએ છે. જોકે એમ છતાં ન તો તેના હાથને કશું થાય છે કે ન તો તેના ચહેરાને. આ કઈ જગ્યાનો વિડિયો છે એની ખબર નથી.


