અહીં એક રાત રોકાવાનો ચાર્જ ૩૦૦ ડૉલરથી ૪૦૦ ડૉલરની વચ્ચે છે

ધ કૉન્જ્યુરિંગ હાઉસ
અમેરિકાના રોડ આઇલૅન્ડમાં ‘કૉન્જ્યુરિંગ હાઉસ’ હવે એવા વિઝિટર્સને પૅરાનૉર્મલ કૅમ્પિંગ ઑપ્શન પૂરો પાડે છે કે જેઓ ભૂતિયાપંતીનો અનુભવ કરવા માટે બહાદુર હોય. રોડ આઇલૅન્ડમાં ટાઉન બરિલવિલમાં ૧,૬૭૭ રાઉન્ટ ટૉપ રોડ પર સ્થિત આ ૧૪ રૂમનું ફાર્મહાઉસ ૨૦૧૩ની હૉરર મૂવી ‘ધ કૉન્જ્યુરિંગ’ માટે ફિલ્મ લોકેશન હતું. આ ફિલ્મ રિયલ લાઇફ પૅરાનૉર્મલ ઇન્વેસ્ટિગેટર્સ એડ અને લૉરેન વૉરેન પર મહદ્ અંશે આધારિત હોવાનું કહેવામાં આવ્યું છે.
‘ધ કૉન્જ્યુરિંગ હાઉસ’ માટેના સોશ્યલ મીડિયા મૅનેજરે રીસન્ટ્લી એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે ‘હેલો, અમે અમારી નવી ઓવરનાઇટ એક્સ્પીરિયન્સ સર્વિસ લૉન્ચ કરવા માટે એક્સાઇટેડ છીએ. જૂનથી ઑક્ટોબર દરમ્યાનની માત્ર ૨૦ તારીખ અવેલેબેલ છે.’
અહીં એક રાત રોકાવાનો ચાર્જ ૩૦૦ ડૉલર (૨૪,૮૧૭ રૂપિયા)થી ૪૦૦ ડૉલર (૩૩,૦૯૦ રૂપિયા)ની વચ્ચે છે.