ઇન્સ્ટાગ્રામ પર @piyush_reels અકાઉન્ટ હૅન્ડલ પરથી શૅર થયેલા એક વિડિયોમાં બે-ત્રણ વર્ષનું એક ટાબરિયું જે નિર્દોષતા અને નિર્ભીકતાથી ગરોળીને હૅન્ડલ કરે છે એ જોઈને ભલભલા ચકિત થઈ ગયા છે.
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇન્સ્ટાગ્રામ પર @piyush_reels અકાઉન્ટ હૅન્ડલ પરથી શૅર થયેલા એક વિડિયોમાં બે-ત્રણ વર્ષનું એક ટાબરિયું જે નિર્દોષતા અને નિર્ભીકતાથી ગરોળીને હૅન્ડલ કરે છે એ જોઈને ભલભલા ચકિત થઈ ગયા છે. ઘરમાં ગરોળી ફરતી જોઈને તેની મમ્મી ચીસાચીસ કરી મૂકતી હશે, પણ આ ટાબરિયાને ગરોળીનો કોઈ ડર લાગતો નથી. શરૂઆતમાં તો એવું લાગે છે કે આ કદાચ નકલી ગરોળી છે. છોકરો પૂંછડીથી ગરોળી પકડીને બધાને બતાવે છે, પણ એવામાં ગરોળી છટકીને ભાગી જાય છે. આ ટાબરિયું પણ કંઈ ગાંજ્યું જાય એવું નથી. તે ગરોળીનો પીછો કરે છે અને ટેબલની પાછળ સંતાયેલી ગરોળીને ફરી પાછી પકડી પાડે છે. જાણે પાળતુ ગરોળી હોય એમ બેઉ હાથમાં પકડીને એને પપ્પી કરી લે છે.


