તમારા ઘરમાં ગરોળીની ગતિવિધિ જણાવશે તમે કેવી રીતે બનશો કરોડપતિ કે પછી...
હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં એવા અનેક જાનવરો, પશુ-પક્ષિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો સામનો કરવાથી તમારા જીવન પર ઉંડો પ્રભાવ પડે છે. આમાંથી કેટલાક પશુ-પક્ષી તમારી માટે શુભ પણ હોઇ શકે છે અને અશુભ પણ. આજે જાણીએ ગરોલી તમારી માટે કેટલી શુભ અને કેટલી અશુભ પુરવાર થાય છે. ગરોળી એક એવું જીવ છે જે સામાન્ય રીતે તમારા ઘરોમાં પણ જોવા મળી જાય છે. ગરોળીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ગરોળી પુરુષોની જમણી તરફ પડે તો શુભ સંકેત માનવામાં આવે છે, અને જો ડાબી તરફ પડે તો અશુભ સંકેત. એ જ રીતે ગરોળીનું નીચેથી ઉપર તરફ ચઢવું શુભ માનવામાં આવે છે. અમે ઉપરથી નીચે તરફ ઉતરવું અશુભ.
હિન્દૂ ધર્મશાસ્ત્રો પ્રમાણે જો તમે દિવાળીની રાતે ગરોળી ઘરમાં જોઈ તો આ તમારી માટે શુભ સંકેત છે. જ્યારે પણ તમને ઘરમાં ભીંત પર ગરોળી દેખાય તો તરત જ મંદિરમાં ભગવાનની છબિ પાસે મૂકેલા કંકૂ-ચોખા લેવા અને તેને દૂરથી ગરોળી પર છાંટી દેવા. આમ કરતી વખતે તમારી મનોકામના મનમાં બોલવી અને ઇચ્છા પૂરી થાય તેવી પ્રાર્થના કરવી. જો તમને ગરોળી જે બોલે છે તે સંભળાય તો સમજવું કે કોઇક શુભ સમાચાર મળવાના છે કાં તો શુભ ફળ પ્રાપ્ત થવાનું છે. નોંધનીય છે કે ગરોલી મોટાભાગે સાંજે અથવા રાતના જ બોલે છે.
ADVERTISEMENT
તો જાણીએ શરીરના કયા અંગોપાંગ પર ગરોળી પડે તો શું લાભ કે હાનિ થાય.
1. જો તમારા માથા પર ગરોળી પડે તો મોટી સંપત્તિ પ્રાપ્ત થાય છે.
2. વાળ પર પજે તો જીવન પર સંકટની શક્યતા છે, મૃત્યુ પણ થઈ શકે છે.
3. જમણાં કાન પર ગરોળી પજે તો સ્વર્ણાભૂષણોની પ્રાપ્તિ
4. ડાબા કાન પર ગરોળી પડવાથી આયુ વધે
5. જમણી આંખ પર ગરોળી પડવાથી સારા મિત્ર સાથે મુલાકાત
6. ડાબી આંખ પર ગરોળી પડવાથી ટૂંક સમયમાં મોટું નુકસાન થવાના સંકેત મળે છે.
7. આઇબ્રૉ પર ગરોળી પડવાથી આર્થિક નુકસાન થાય છે.
8. નાક પર ગરોળી પડવું ભાગ્યોદયનું સંકેત છે.
9. મોઢા પર ગરોળી પડે એ ટૂંક સમયમાં જ મધુર ભોજનની નિશાની છે.
10. ડાબાં ગાલ પર ગરોળી પડવાથી જૂના મિત્ર સાથે મુલાકાત જ્યારે જમણાં ગાલ પર પડવાથી આયુ વધે છે.
11. ડોક પર ગરોળી પડે તો સૌભાગ્ય તથા યશની પ્રાપ્તિ થાય.
12. દાઢી પર ગરોળી પડે તો કોઇક મોટા અને ભયાવહ સંકટનો સામનો કરવો પડી શકે છે.
13. મૂંછ પર ગરોળી પડવાથી સન્માન પ્રાપ્તિ થાય છે.
14. કંઠ પણ ગરોળી પડવાથી શત્રૂઓનો વિનાશ થાય.
15. જમણાં ખભે ગરોળી પડવાથી વાદ-વિવાદ, યુદ્ધમાં વિજય મળે છે જ્યારે ડાબા ખભે ગરોળી પડવાથી શત્રૂઓ વધે છે.
16. જમણાં હાથ પર ગરોળી પડવાથી ધનલાભ થાય છે તેમજ ડાબા હાથ પર ગરોળી પડવાથી ધનહાનિ થાય છે.
17. જમણી હથેળી પર ગરોળી પડે તો નવા કપડાં મળે જ્યારે ડાબી હથેળી પર પડે તો ધનહાનિ.
18. જમણાં સ્તન પર ગરોળી પડે તો નવી ખુશીઓ મળે અને ડાબા સ્તન પર કે છાતીના ભાગમાં ગરોળી પડવાથી ક્લેશ થાય.
19. પેટ પર ગરોળી પડે તો નવા આભૂષણો મળવાના સંકેત છે.
20. કમરના નીચેના ભાગમાં ગરોળી પડે તો આર્થિક લાભ થાય. પીઠની જમણી તરફ પડવાથી સુખ જ્યારે ડાબી તરફ પડવાથી વ્યક્તિ રોગી બને છે.
21. પીઠની વચ્ચે ગરોળી પડે તો ઘરમાં મોટું ક્લેશ થાય.
22. નાભિ પર ગરોળી પડવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય.
23. જમણી જાંઘ પર ગરોળી પડે તો સુખ અને ડાબી પર પડે તો મહાન દુઃખની પ્રાપ્તિ થાય છે.
24. જમણાં ઘૂંટણ પર ગરોળી પડે તો ટૂંક સમયમાં શુભયાત્રાનું સંકેત, જ્યારે ડાબા ઘૂંટણ પર સૌભાગ્ય હાનિની શક્યતા છે.
25. જમણાં પગ કે એડી પર ગરોળી પડે એટલે પ્રવાસથી લાભ થાય. અને ડાબા પરગ કે એડી પર પડવાથી બીમારી ઘરમાં કલેશ તેમજ દુઃખ હોય.
26. જમણાં તળિયા પર ગરોળીનું પડવું ઐશ્વર્ય પ્રાપ્તિનું પ્રતીક છે જ્યારે ડાબા તળિયા પર વ્યાપારમાં નુકસાન ઉઠાવવું પડી શકે છે.

