Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૯૯.૪૯ અબજની તરતી લૅબોરેટરી અને હૉસ્પિટલ

૯૯.૪૯ અબજની તરતી લૅબોરેટરી અને હૉસ્પિટલ

22 February, 2023 11:59 AM IST | Sacramento
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઝલોફે જણાવ્યું કે આ સુપરયૉટનો ૮૦ ટકા ભાગ ઓસીનોગ્રાફિક રિસર્ચ, મેડિકલ રિસર્ચ, ગ્રીન પ્રોપલ્શન એક્સપરિમેન્ટેશન અને મેડિકલ ફૅસિલિટી માટે સમર્પિત છે

૯૯.૪૯ અબજની તરતી લૅબોરેટરી અને હૉસ્પિટલ

Offbeat News

૯૯.૪૯ અબજની તરતી લૅબોરેટરી અને હૉસ્પિટલ


એક અબજ પાઉન્ડ (૯૯.૪૯ અબજ રૂપિયા)ની એક સુપરયૉટ માટે અદ્વિતીય નવો પ્લાન આવ્યો છે, જેનો એક લૅબોરેટરી અને એક હૉસ્પિટલ તરીકે પણ ઉપયોગ કરી શકાશે. કૅલિફૉર્નિયાના ડિઝાઇનર સ્ટીવ કોઝલોફ દ્વારા આ ૨૧૫ મીટર લાંબી જી-ક્વેસ્ટ સુપરયૉટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. કોઝલોફે જણાવ્યું કે આ સુપરયૉટનો ૮૦ ટકા ભાગ ઓસીનોગ્રાફિક રિસર્ચ, મેડિકલ રિસર્ચ, ગ્રીન પ્રોપલ્શન એક્સપરિમેન્ટેશન અને મેડિકલ ફૅસિલિટી માટે સમર્પિત છે. આ સુપરયૉટમાં બે સિકોર્સ્કી એસ-૯૨ વીઆઇપી હેલિકૉપ્ટર્સ પણ રહી શકશે. સૌથી મજેદાર વાત એ છે કે દરિયાના પેટાળમાં જઈને સંશોધન કરવા માટે સુપરયૉટની ગૅરેજમાં યુ-વૉર્ક્સ રિસર્ચ સબમરીન સમાવવાની જગ્યા પણ છે.



આ પણ વાંચો:  પાણીમાં તરતી સ્પોર્ટ‍્સ કાર


આ શાનદાર સુપરયૉટમાં ૨૬ ગેસ્ટ્સ રહી શકશે. સાથે જ ડૉક્ટર્સ, સાયન્ટિસ્ટ્સ, પાઇલટ્સ, નર્સિસ, રિસર્ચ એન્જિનિયર્સ અને સુપરયૉટને ઑપરેટ કરતા ક્રૂ સહિત કુલ ૧૫૦ ક્રૂ મેમ્બર્સને સમાવી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2023 11:59 AM IST | Sacramento | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK