તાજેતરમાં રૉબિને ઇન્ડિગોની ફ્લાઇટમાં અટેન્ડન્ટ સાથે આ ટ્રિક અજમાવી જે જબરદસ્ત વાઇરલ થઈ ગઈ
રૉબિન બાર
સ્પીડ પેઇન્ટર રૉબિન બારે આજકાલ ઇન્સ્ટાગ્રામ પર ધમાલ મચાવી છે. ભાઈસાહેબ જાહેર સ્થળે જઈને કોઈને પણ તેમની સહી કરવાનું કહે છે અને પછી રૉબિનભાઈ એની આસપાસ એક સરસમજાનો સ્કેચ તૈયાર કરી આપે છે. તાજેતરમાં રૉબિને ઇન્ડિગોની ફ્લાઇટમાં અટેન્ડન્ટ સાથે આ ટ્રિક અજમાવી જે જબરદસ્ત વાઇરલ થઈ ગઈ. તેણે ફ્લાઇટ અટેન્ડન્ટને એક કોરા કાગળ પર સિગ્નેચર કરી આપવા કહ્યું. સહી કાગળની વચ્ચોવચ થયેલી હતી છતાં રૉબિને એક મિનિટમાં એની આસપાસ પ્રેમમાં પડેલા યુગલનો મસ્ત સ્કેચ દોરી આપ્યો. નૅચરલી આ વિડિયો જોઈને ભલભલાનું મગજ ચકરાવે ચડી જાય એવું છે. જોકે આ કંઈ પહેલવહેલી વાર થયું નથી. રૉબિનના ઇન્સ્ટાગ્રામ પર બીજા પણ અનેક વિડિયો છે જેમાં તે આ કલાકારી બખૂબી છતી કરે છે.