આમ તો વિઝિટર્સને સવારે ૧૧થી રાતે ૮.૩૦ વાગ્યા સુધી ફરવાની પરવાનગી આપવામાં આવી છે, પણ એનું પાલન નહીં થાય તો પ્રતિબંધ મૂકવામાં આવશે
વાઇરલ વિડિયોની તસવીર
સ્પેનના મેનોર્કામાં આવેલું બિનિબેકા વેલ નામનું ગામ સોશ્યલ મીડિયાને કારણે ફેમસ થઈ જતાં હવે અહીં પ્રવાસીઓનાં ટોળેટોળાં ઊમટવા માંડ્યાં છે. આ શાંત અને રમણીય ગામમાં કોલાહલ વધી જતાં બિનિબેકા વેલના રહેવાસીઓ ટૂરિસ્ટો પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ગામ કાંઈ ઍડ્વેન્ચર પાર્ક નથી, એક શાંત કમ્યુનિટી છે. મુલાકાતીઓ આવીને ઘરમાં ઘૂસી જાય છે અને મોડી રાત સુધી ઘોંઘાટ કરતા રહે છે. આમ તો વિઝિટર્સને સવારે ૧૧થી રાતે ૮.૩૦ વાગ્યા સુધી ફરવાની પરવાનગી આપવામાં આવી છે, પણ એનું પાલન નહીં થાય તો પ્રતિબંધ મૂકવામાં આવશે એવી ગામના આગેવાનોએ ચેતવણી આપી દીધી છે. આ વર્ષે બિનિબેકા વેલમાં ૧૦ લાખ મુલાકાતીઓ આવશે એવી અપેક્ષા છે.

