એક યુઝરે કમેન્ટ કરી હતી કે મને મારા પરિવાર તરફથી આવો સપોર્ટ જોઈએ
પ્રતીકાત્મક તસવીર
પ્રિય પાત્ર સાથે બ્રેકઅપ થાય ત્યારે કેટલાક લોકો માટે જીવનમાં આગળ વધવું મુશ્કેલ બની જાય છે. જોકે નજીકના મિત્રો કે પરિવારનો સાથ હોય ત્યારે વ્યક્તિ નિરાશામાંથી જલદી બહાર આવી જાય છે. એક યુવતીએ બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરતી વખતે પરિવારને સાથે રાખ્યો હતો. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં યુવતી પોતાના ફોનમાં લાંબો બ્રેકઅપ-ટેક્સ્ટ બતાવે છે અને ફૅમિલીની હાજરીમાં એને સૅન્ડ કરીને આ પળ ઊજવે છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે મને મારા પરિવાર તરફથી આવો સપોર્ટ જોઈએ, તો બીજાએ કહ્યું કે તેનાં માતાપિતાને છોકરો ગમતો જ નહીં હોય!

